Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ગુજરાતમાં રૂપાણી સરકારની મોટી પહેલ : સવર્ણોને 10 ટકા અનામતનો લાભ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે : આવતીકાલથી જ રાજ્યમાં અમલમાં આવશે આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા અનામત : સરકારી નોકરી અને શિક્ષણમાં મળશે અનામતનો લાભ : 14 જાન્યુઆરી પહેલા જે જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ ન થઈ હોય ત્યાં 10℅ અનામતનો થશે અમલ

ગાંધીનગર : કેન્દ્રની મોદી સરકારએ દેશભરમાં આર્થિક રીતે નબળા પરિવારો માટે સવર્ણોને અનામત આપવાનો નિર્ણય કર્યો હતો અને ગઈકાલેજ રાષ્ટ્રપતિએ પણ ૧૦% સવર્ણોના અનામત બીલ પર હસ્તાક્ષર કરી દિધા છે ત્યારે આ નિર્ણયનો તાત્કાલીક અસરથી અમલ કરવા ગુજરાતની રૂપાણી સરકારે નિર્ણય કર્યો છે.

આવતીકાલે ૧૪ જાન્યુઆરીથી જ તમામ સરકારી ભરતીઓમાં ૧૦% સવર્ણોની અનામતનો અમલ કરવાનો રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમલ શરૂ કરાવ્યો છે. આ નિર્ણય અંતર્ગત જયાં ભરતી પ્રક્રિયા ૧૪ જાન્યુઆરી પહેલા શરૂ થઇ ગયેલ છે ત્યાં આ અનામતનો અમલ થશે નહીં તેમ જાણવા મળે છે.

(3:43 pm IST)