Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી : હિરાસતમાં રાખ્‍યા : કરાઇનગર નેવલ કેમ્‍પમાં પુછપરછ

નવી દિલ્‍હી : શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે. આ માછીમારોની કરાઈનગર નેવલ કેમ્પ પર પૂછપરછ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ બાબતે જાણકારી નથી મળી શકી કે આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં પ્રવેશ કરવાને કારણે પકડવામાં આવ્યા છે કે પછી તેની પાછળ બીજી કોઈ કારણ છે. બધા માછીમારોની પૂછપરછ ચાલી રહી છે.

આપણે જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા કોર્ટે 8 ભારતીય માછીમારોને 7 જાન્યુઆરીએ આઝાદ કરી દીધા હતા. આ બધા જ માછીમારોને શ્રીલંકાની નૌસેનાએ પકડ્યા હતા. આ માછીમારોના નામ સેલ્વમ, દિનેશ, કોવિંદરાજ અને ઇરુલાન્ડી છે. આ બધા જ માછીમારોની ધરપકડ કર્યા પછી તેમને નૌસેના કેમ્પ લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ પહેલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પણ 12 માછીમારોની શ્રીલંકાની નૌસેનાએ ધરપકડ કરી હતી. આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં આવવાને કારણે પકડવામાં આવ્યા હતા.

(3:12 pm IST)