Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

હીન્‍દુ મેરેજ એકટ હેઠળ બીજા લગ્ન બિનકાયદેસર ભલે ગણાય પરંતુ તેનાથી જન્‍મેલ બાળક કાયદેસર ગણાશેઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બીજા લગ્ન (જે અમાન્ય છે)થી પેદા થયેલું બાળક કાયદેસર છે અને તેને હમદર્દીના આધારે નોકરીની મનાઇ કરવામાં આવી શકાય નહી. સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ ડી.વાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર શાહની બેન્ચે કહ્યું કે, જો કાયદો બાળકને કાયદેસર માને છે તો, તેની પરવાનગી ન હોઇ શકે કે આવા બાળકોને હમદર્દીના આધારે નોકરીથી વંચિત કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા લગ્ન હોવા છતા હિંદૂ મેરેજ એક્ટમાં બીજા લગ્ન બિનકાયદેસર છે.

કેન્દ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટનાં ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કેન્દ્ર સરકારે મુકેશ કુમારને પ્રતિવાદી બનાવ્યા હતા. મુકેશનાં પિતા રેલ્વેએ નોકરી કરતા હતા. મુકેશ પિતાની બીજી પત્નીથી પેદા થયેલ સંતાન છે. પિતાનાં મૃત્યુ બાદ મુકેશના અનુકંપાના આધારે નોકરી માંગી. રેલવેએ અર્જી ફગાવી દીધી, જો કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલે મુકેશનાં પક્ષમાં આદેશ આપ્યો. કેસ બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યો. હાઇકોર્ટે હિંદુ મેરેજ એક્ટની કલમ 16નાં હવાલાથી કહ્યું કે પહેલા લગ્ન દરમિયાન બીજા લગ્ન અમાન્ય છે, જો કે તેના થકી પેદા થયેલુ બાળક કાયદેસર છે. હાઇકોર્ટે કહ્યું કે, રેલવે અનુકંપા નોકરીના આવેદન પર વિચાર કરે. ત્યાર બાદ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.

સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને યોગ્ય ઠેરવ્યો

સુપ્રીમ કોર્ટે પોતાનાં ચુકાદામાં બોમ્બે હાઇકોર્ટનાં નિર્ણયને યોગ્ય ઠેરવ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હિંદુ મેરેજ એક્ટની કલમ 16(1) એવા બાળકોને પ્રોટેક્ટ કરવા માટે જ છે. કલમ-11 હેઠળ બીજા લગ્ન બિનકાયદેસર માનવામાં આવે છે, જો કે એવા લગ્નથી પેદા થયેલ બાળક કાયદેસર છે. કોઇ પણ શરતી સંવિધાનના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન નહી કરી શકે.

જો કાયદો બાળકને કાયદેસર માને છે, તો એવા બાળકોને હમદર્દીના આધાર પર નોકરી આપવાની મનાઇ કરવામાં આવી શકે. રેલ્વેએ 1992થી એવા સર્કુલરને કોલકાતા હાઇકોર્ટે ફગાવી દીધું છે, જેમાં બીજા લગ્નથી પેદા થયેલ બાળકને નોકરી આપવાની મનાઇ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્રણ મહિનામાં ઓથોરિટી નિર્ણય લે. કેન્દ્ર સરકારની અરજીમાં કોઇ મેરિટ નથી.

(12:50 pm IST)