Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સોવરીન ગોલ્ડ બોન્ડ ખરીદી પર મકરસંક્રાત નિમિતે ઓનલાઇન પેમેન્ટ પર પ્રતિગ્રામ દિઠ પ૦ રૂ. ડિસ્કાઉન્ટ ની સ્કીમ કેન્દ્ર સરકારે જાહેર કરી છે : સસ્તુ સોનુ ખરીદવાની મોટી તક

નવી દીલ્હી : કેન્દ્ર સરકારે મકરસંક્રાતી ના દિવસને અનુલક્ષીને સોવરીન  ગોલ્ડ બોન્ડ ખરીદવા પર દરેક ગ્રામ દિઠ રૂ. પ૦ ની ડિસ્કાઉન્ટની સ્કીમ જાહેર 

કરી છે. આ સ્કીમ ૧૮ જાન્યુ. સુધીમાં ઓનલાઇન પેમેન્ટ ચુકવણી માટે અમલી રહેશે. લોકોને આ સ્કીમથી સસ્તુ સોનું ખરીદવાની તક મળશે. સરકારનો ઉદેશ લોકો ફીજીકલ સોનું ખરીદીથી દૂર રહે અને બેોન્ડ તરફ વળે જેથી સોનામાં બિનજરૂરી ભાવવધારો સટ્ટાકીય પ્રવૃતિ અટકે અને લોકોને નિયમીત વ્યાજબી ભાવે સોનુ મળી રહે તેવો છે.

(12:32 pm IST)