Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ભાજપના સાથી પક્ષોના નેતાઓ વારંવાર ભાજપને પક્ષ છોડી જવાની ધમકી આપે છે

નવી દિલ્‍હી :  છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનાં સાથી પક્ષો એક પછી એક છેડો ફાડી રહ્યા છે અને તેમનો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

હવે, સુહેલદેવ બહુજન સમાજ પાર્ટી (SBSP)નાં પ્રમુખ ઓમ પ્રકાશ રાજભારે ધમકી આપતા કહ્યું કે, જો ભાજપને રસનાં હોય તો અમે નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA) સાથેનો છેડો ફાડી દઇશું.

ઓ.પી. રાજભાર ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી છે અને ભાજપની ટીકા કરતા રહે છે. ભાજપની સરકારની પણ ટીકા કરે છે.

એક માહિતી મુજબ, છેલ્લા થોડા મહિનાઓમાં 16 જેટલા નાના પક્ષોએ ભાજપનો સાથ છોડી દીધો છે અને અલગ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી હવે આવી રહી છે અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીએ ગઠબંધનની જાહેરાત કરી દીધી છે અને આ બંનેએ જાહરે કર્યુ છે કે, તેઓ ભાજપનાં વિજયરથને રોકશે.

માયાવતીજીનું અપમાન એ મારું અંગત અપમાન હશે: અખિલેશ યાદવ

રાજભારે કહ્યું કે, અમે ભાજપને 100 દિવસનો સમય આપ્યો હતો અને પુછ્યુ હતુ કે આગામી ચૂંટણી ભેગા લડવી છે કે નહીં. જો અમને ભાજપ તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો અમે ઉત્તરપ્રદેશની તમામ બેઠકો (80) પરથી ચૂંટણી લડીશું.

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ બેઠકો વહેંચી લીધી છે અને બંને પક્ષ 38-38 બેઠકો પછી લડશે. જો કે, અમેઠી અને રાયબરેલી કોંગ્રેસ માટે રાખી છે. અમેઠીમાંથી રાહુલ ગાંધી લડે છે અને રાયબરેલીમાંથી સોનિયા ગાંધી લડે છે.

(12:16 pm IST)