Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

બાળ ઠાકરે મુસ્લિમ વિરોધી નહોતા ; એ માત્ર માન્યતા છે: ઠાકરે ફિલ્‍મના સમયે ‌નિર્માતા સંજય રાઉતનું મંતવ્‍ય­

મુંબઇ :  રાજકારણી અને ફિલ્મ મેકર સંજય રાઉતે કહ્યું કે શિવ સેનાનાં સ્થાપક બાળ ઠાકરે મુસ્લિમ વિરોધી નહોતા.  બાળ ઠાકરેનાં જીવન પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ જાન્યુઆરી 25નાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મનાં લેખક સંજય રાઉત છે.

તેમણે કહ્યું કે, લોકો એવુ માને છે કે, બાળ ઠાકરે મુસ્લિમ વિરોધી હતા પણ હકીકતમાં એવુ નથી.

હાલ આ ફિલ્મનાં કલાકારો ઠાકરે ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ ફિલ્મ પ્રમોશન સમયે સંજય રાઉત પર હાજર રહ્યા હતા.

જ્યારે પત્રકારોએ સંજય રાઉતને પુછ્યુ કે, બાળ ઠાકરે મુસ્લિમ વિરોધી હતા ? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, ના. બાળ ઠાકરે દેશપ્રેમી હતા. બાળ ઠાકરે એવા નેતા હતા કે, તેઓ તેમના કાર્યમાં જ્ઞાતિ અને ધર્મને વચ્ચે આવવા દેતા નહીં.

“લોકો અમને પુછે છે કે, બાળા સાહેબનો રોલ કરવા માટે નવાજુદ્દીન સિદ્દીકીને કેમ પસંદ કર્યા ? પણ હું કહીશ કે બાળા સાહેબના વિચારની અમારી આ સૌથી મોટા અંજલી છે. નકશ અઝીઝે આ ફિલ્મનાં ગીતો ગાયા છે. કારણ કે, અમે એવુ માનીએ છીએ કે, બાળા સાહેબે મેરિટને ધર્મથી અલગ રાખ્યું હતું.

આ ફિલ્મ 2019ની લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થાય છે. શું આ ફિલ્મ લોકો પર પ્રભાવ પાડશે ? અને મતદાન કરશે ? સંજય રાઉતે કહ્યું કે, તમે ધ એક્સિડેન્ટલ ફિલ્મ જુઓ. તે એક પુસ્તક પરથી બની છે. પણ આ ફિલ્મ એક જીવનકથા છે. આ પ્રોપેગેન્ડા ફિલ્મ નથી. જેવી રીતે આપણે ગાંધી ફિલ્મ જોઇએ છીએ, નેલ્સન મંડેલા ફિલ્મ જોઇએ છીએ એવી જ રીતે ઠાકરે સાબ ફિલ્મ જોઇશું.

(12:15 pm IST)