Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

એચએસ કુલકા અને ટ્રિપલ તલાકની ઝુંબેશવાળા શાયરાબાનૂને ભાજપ સન્માનશે

         નવી દિલ્હી :  તા. ૧રઃ ૧૯૮૪ ના શીખવિરોધી રમખાણોેના પીડિતોની વ્હારે ચડી   તેઓની કાનુની લડત સારૂ પ્રતિનિધિત્વ કરતાં આવેલા ( આપના પૂર્વ નેતા)  એચ એસ કુલકા અને ત્રિવારી તલાક વિરૂદ્ધ હિમંતભેર કાનુની લડાઇ રૂપે નેતૃત્વ લેનાર શાયરાબાનૂ નામના મહિલાને  ભાજપ એક કાર્યક્રમમાં સન્માનિત કરશે. કેન્દ્રિય મંત્રી વિજય ગોયલના આવાસે તેઓનું  ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે સન્માન કરાશે. ચાલુ માસના પ્રારંભેે 'આપ'માંથી કારણ જણાવ્યા વિના રાજીનામુ આપનાર કુલકા ગોયલને તા. ૪થીએ તેમના જન્મદિન નિમિતે મળવા ગયા ત્યારે ભાજપમાં જોડાવવા   માગતા હોવાનો અણસાર આપ્યો હતો.

(12:02 pm IST)