Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

કોંગ્રેસ એકલા હાથે મોદીને હટાવી નહી શકે : એન્ટની

         થિરૂવનંથપુરમ : લોકસભાની આગામી ચૂંટણીમા ભાજપ સામે એકલા હાથે ટકકર લેવા જેટલો પક્ષ હજી મજબૂત નથી થયો એવી પ્રતિતિ કોંગ્રેસને થઇ ચૂકી છે. એમ પક્ષના સીનીયર નેતા એકે એન્ટનીએ અહીં કાર્યકરો સમક્ષના સંબોધનમાં સોય ઝાટકીને કહ્યું  હતુ.

         કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિની સામાન્ય સભાને ગઇ કાલે સંબોધતા તેમણે જણાવ્યું કે માત્ર કોંગ્રેસ નરેન્દ્ર મોદીને સત્તામાંથી દૂર નહી કરી શકે.  ભાજપને હરાવવા કોંગ્રેસે વ્યાપક જોડાણ રચવાની તલાશમાં છે. મોદી સામે બાથ ભીડવા રાહુલ ગાંધી મજબૂત નેતારૂપે ઘડાઇ ગયા છે. અને હીંમતભર્યો જંગ લડવા માટે તેઓ સક્ષમ છે. તેથી જ મોદી રાહુલથી ડરે છે. એન્ટનીએ જણાવ્યુ કે છેલ્લી ઘડીએ ઉમેદવાર પસંદ કરવાની  રસમનો અંત લાવવા રાજય કોંગ્રેસ નેતાઓને અનુરોધ કરતા કહ્યું હતુ કે  નિર્ણય જિલ્લા સમિતિમાંથી આવવો જોઇએ. જુજ નેતાઓ નિર્ણય લે તેને બદલે લોકતાંત્રિક રીતે પસંઘ્ગી થવી જાઇએ.

(12:00 pm IST)