Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

વેનેઝુએલામાં ભયાનક ભુખમરોઃ ભોજન માટે રમખાણોઃ ૪ના મોતઃ ભુખ્યા લોકો દુકાનો લુંટે છેઃ પશુઓના બેફામ શિકાર

દેશ મંદી-મોંઘવારી-ભ્રષ્ટાચારને કારણે તુટી ગયોઃ ચોતરફ અરાજકતાઃ દેશની ૮ર ટકા વસ્તી ભુખમરામાં: પ૧ ટકા લોકોને પેટ ભરવાના ફાંફાં

બારીનાસ તા. ૧૩ :.. સાઉથ અમેરિકાની ઉત્તરે આવેલા દેશ 'વેનેઝુએલા' માં ભુખમરો ફાટી નીકળ્યો છે. ખાવાની વસ્તુઓની લુંટફાટ ચાલુ થઇ છે. આ ઝટાઝટીમાં છેલ્લા બે દિવસમાં ૪ લોકો મૃત્યુ પામ્યા છે. આ ભૂખમરા માટે છેલ્લા ૪ વર્ષોની મહામંત્રી જવાબદાર ગણવામાં આવી છે. લોકો ગાય જેવા પશુઓનો શિકાર કરી તેનું માંસ પણ ખાવા લાગ્યા છે.

 

વેનેઝૂએલાના પશ્ચીમી રાજય એડીએનમાં ભૂખથી પરેશાન ભીડે એક ફુડ કલેકશન સેન્ટર અને એક સુપરમાર્કેટ પર હૂમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. આ ઉપદ્રવમાં ૪ લોકોના મોત થયા હતાં. એટલુ જ નહિ આ લોકોએ બાજુમાં ઘાસ ચરતા એક ઢોરને પણ મારી નાખ્યા હતાં. ખાવાની અછતથી દેશમાં તોફાનોની સ્થિતિ છે.

લગભગ ૪ વર્ષની મંદી અને વિશ્વની સૌથી વધુ મોંઘવારીને કારણે લાખો લોકો ગરીબીના સંકટમાં સપડાયા છે જેથી સામ્યવાદી શાસન ખતરામાં છે. લોકો ટ્રકો પણ લુંટી રહયા છે અત્યારે સુધીમાં ભુખથી પીડિત લોકોએ ૩૦૦ થી વધુ પશુઓની હત્યા કરી છે.

ભુખ્યા લોકો દુકાનો લૂંટી રહ્યા છે ડીસેમ્બરથી અછત શરૂ થઇ છે. અપરેય શહેરમાં લૂંટારાઓએ અનેક દિવસો સુધી દુકાનો અને ભંડારોમાં લૂંટ ચલાવી હતી. ક્રુડના ઘટતા ભાવ, વધતો ફુગાવો અને ભ્રષ્ટાચારથી દેશને ભારે નુકશાન થયું છે.

બુધવારે એક ટ્રમાં લોટ અને મરઘી લઇ જવાતા હતાં ત્યારે ૧૯ વર્ષના યુવકની ગોળી મારી હત્યા કરી ટ્રક લૂંટી લેવાઇ હતી.

મળતા રીપોર્ટ મુજબ ૮ર ટકા લોકો ગરીબીમાં આવી ગયા છે. આમાંથી પ૧ ટકા લોકો તો પોતાનું પેટ પણ ભરી શકતા નથી.

(3:51 pm IST)