Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સરકાર નવા બજેટમાં હાઇવે માટે ત્રણ ગણું વધુ ફંડ ફાળવશે

દૈનિક હાઇવે બનાવવાની ગતિને આપ્યું બુસ્ટર, પહેલા કરતા ૯૦% વધુ કામ

નવી દિલ્હી તા. ૧૩ : આગામી બજેટ ૨૦૧૮-૧૯માં હાઈવેઝ માટે મોદી સરકાર ગત બજેટ કરતા ૧૫% જેટલી વધુ રકમ ફાળવવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ નેશનલ હાઈવે બનાવતી અને દેખરેખનું કામ કરતી ઓથોરિટી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)ને વધારાના રૂ. ૬૧૦૦૦ કરોડ માર્કેટમાંથી ઉભા કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. જેના પરીણામે ૨૦૧૪ બાદ મોદી સરકારના કાર્યકાળમાં હાઈવેઝ પર કરવામાં આવેલ કુલ ખર્ચાના ત્રણ ગણી આ રકમ થઈ જશે.

જયારે દેશમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની ગતી ધીમી છે ત્યારે સરકાર પાસે હાઈવે એક જ એવો રસ્તો છે જેના દ્વારા તે જાહેર ઇન્વેસ્ટમેન્ટ લઈ આવીને દેશની ઈકોનોમીને ફરીથી તરલ અવસ્થામાં લાવી શકે છે અને વધુને વધુ રોજગાર પેદા કરી શકે છે. સરકારે કનેકિટવિટીને ધ્યાને રાખી હાઈવે કંસ્ટ્રકશનની ગતીને ઝડપી બનાવી છે. જેના કારણે હાલ દિવસ દરમિયાન સરેરાશ ૨૨.૫ કિમી હાઈવે બની રહ્યા છે. જયારે ૨૦૧૪-૧૫માં મોદી સરકાર આવી ત્યારે આ કામગીરી ગોકળગાય ગતીએ દિવસના માત્ર ૧૨ કિમી રોડ બનાવીને કરવામાં આવતી હતી. આ કારણે સિમેન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં પણ માગ વધી છે.

રોડ-રસ્તા માટે બજેટમાં ફાળવણીનો વધારો આ સેકટરને વેગવંતુ રાખવાનો પ્રયાસ છે. જોકે નાણાં મંત્રાલયે ચાલુ નાણાંકીય વર્ષમાં ફાળવવામાં આવેલ રૂ. ૬૪૦૦૦ કરોડની સામે રૂ. ૬૧૦૦૦નું અંદાજપત્ર સૂચવી ફંડ ફાળવણીમાં ઘટાડો સૂચવ્યો છે.

હાઇવે મંત્રાલયના અધિકારીએ કહ્યું કે, 'આગમી ત્રણ મહિનામાં અમે પ્રાઇવેટ સેકટરનું ઇન્વેસ્ટમેન્ટ વધશે તેવી આશા રાખી રહ્યા છે. કેમ કે અનેક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(PPP) મોડલ આધારીત પ્રોજેકટ રજૂ થવાની તૈયારીમાં છે. પરંતુ સરકારે હાઈવે માટે વધુ ફંડ ફાળવ્યું છે. આ પબ્લિક ફંડ આગળ જતા PPP પ્રોજેકટ બની જશે. જયારે આવા હાઈવેઝને અમે ભવિષ્યમાં ટોલ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર મોડેલ હેઠળ પ્રાઇવેટ કંપનીઓને સોંપી દઈશું. આ માટે કંપનીઓએ સરકારને એક નિશ્ચિત અપફ્રંટ આપવું પડશે અને પછી રોડના મેઇન્ટેનન્સની જવબાદારી તેમની રહેશે.'

જૂના વર્ષા બજેટના ડેટા જોવામાં આવે તો હાઈવે સેકટરમાં સરકારનું ફંડિંગ સતત વધી રહ્યું છે. ૨૦૧૪-૧૫માં જે  રૂ. ૩૨,૦૦૦ કરોડ હતું તે વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૦૦૦૦ કરોડથી વધુ ગયું હતું. તો બીજી બાજુ આ સેકટરમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઘટીને અડધોઅડધ થઈ ગયું છે. ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ અને ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ રૂ. ૯,૮૦૦ કરોડ જેટલું જ રહ્યું છે. જયારે બજેટમાં તેનો અંદાજ રૂ. ૩૨,૪૦૦ કરોડનો રજૂ કરાયો હતો.

છેલ્લે ડિસેમ્બર સુધીના ડેટા મુજબ દૈનિક ૨૩.૬ કિમી જેટલો નવો હાઇવે બનાવવાનું કામ થઈ રહ્યું છે અને સરકાર માર્ચના અંત સુધીમાં આ કામગીરી દૈનિક ૨૫ કિમી સુધી લઈ જવા માગે છે. જોકે હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી દ્વારા નિર્ધારિત કરાયેલ દૈનિક ૪૦ કિમીના ટાર્ગેટથી ઘણો દૂરનો આંકડો છે.

NHAIના એક અધિકારીએ કહ્યું કે, '૨૦૧૮-૧૯માં આ સેકટર પર ટોટલ ખર્ચ રુ. ૧.૫ લાખ કરોડને આંબી જશે. જે અમારો ટાર્ગેટ છે આ માટે અમે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ લઇ આવવાનો પણ પ્રયાસ કરીશું.'

(11:50 am IST)
  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST

  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : કર્મચારી પાસેથી છરીની અણીએ લૂંટ :ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને ચાર અજાણ્યા શખ્સો દ્વારા છરીની અણીએ લૂંટી માર મારીને ફરાર: લૂંટમાં ઘાયલ કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો access_time 9:08 am IST