Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ઉત્તરાયણના પાવન પર્વ સાથે ભિષ્મ પિતામહનો અનેરો નાતો

ઉત્તરાયણના દિવસે જ ઇચ્છામૃત્યુનું વરદાન મેળવી ભિષ્મ પિતામહે દેહ છોડયો હતો

મકરસંક્રાંતિ ના પાવન પર્વની ઉજવણીનો માહોલ ચારેય બાજુ ફેલાયો છે, આ વેળાએ આ પર્વ સાથે જોડાયેલ ભિષ્મ પિતામહનો અનેરો નાતો જરૂર યાદ આવે.

આવો આપણે મકરસંક્રાંતિ સાથે ભારતના મહાગ્રંથ એવા મહાભારતના ભિષ્મ પિતામહ સાથે જોડાયેલી ગાથાને નજીકથી જોઇએ.

ભિષ્મ પિતામહ એટલે કહોને પ્રતિજ્ઞાને પર્યાય... પિતાના સુખ માટે રાજપાટ ત્યજી દઇ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લેનારને તેને નિભાવી જાણનાર ભિષ્મ એટલે અડગતાના સાક્ષાત દેવ પોતાના અખંડ બ્રહ્મચર્યને તપને લીધે જ તેઓ ઇચ્છામૃત્યુ પામ્યા.

મહાભારત લડાઇ પછી પણ ઝઝુમનાર ભિષ્મપિતા ઉત્તરાયણની વાટ જોતા બાણશૈયા પર સૂતા હતા ને સૂર્યની સંક્રાંતિ પછી મોતને વર્યા વીર પુરૂષો કયારેય પણ પોતાના જીવનનો અવરોહ પડતીને સ્વીકારતા નથી જ તેઓ કૌરવોના અનિષ્ટને જાણતા હતા, પોતાના વ્હાલા ભગવાન કૃષ્ણ વિરૂધ્ધ હોવા છતાં પોતાના પાંડવો સામે લડાઇ કરવી ગમતી નહોતી, પોતાનું વ્રત ન છોડવા માટે કૌરવોને પક્ષે રહી સ્વધર્મને જીવનમાં મૂકયો ભિષ્મ તો પવિત્ર ગંગા જેવા નિર્મળ માતાના પુત્ર છે. પોતે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં પોતાના પરિવારના લાભ માટે તેમણે સભામાંથી રાજકુંવરીઓના અપહરણ કર્યા. આવા વૈવિધ્યભર્યા વ્યકિતવાળા ભિષ્મનું પણ આવા સંક્રાંતિના દિવસે મૃત્યુ થયું હતું તેનું સ્મરણ થાય છે.

આ દિવસે ઇચ્છા મૃત્યુ પામનાર તાતશ્રી કે ભિષ્મ પિતામહને ખાસ યાદ કરાય છે. ભિષ્મના જીવન વિશે થોડી ટૂંકી વાત જાણી લઇએ ભિષ્મ શાંતનું રાજાથી ગંગાના ઉદરે જન્મેલા આઠ પુત્રોમાંથી બચેલા છેલ્લા પુત્ર હતા. તેમનું મૂળ નામ સત્યવ્રત પણ પોતાના પિતા મસ્તસ્યગંઘા સાથે પરણી શકે એટલા માટે પોતે કદી રાજગાદી ઉપર નહીં બેસે અને આ જન્મ બ્રહ્મચર્ય પાળવાની ભિષ્મ પ્રતિજ્ઞા લીધી માટે એ ભિષ્મ કહેવાયા.

પિતાએ આ પ્રસંગે એમને વરદાન આપતા કહ્યું હતું કે 'તું ઇચ્છા મરણ પામીશ' મત્સ્યગંધા ઉર્ફે સત્યવતી ને ચિત્રાંગદ અને વિચિત્રવીર માનમા બે પુત્રો થયા તે બંને પ્રત્યે ભિષ્મે પોતાનું વચન પાળ્યું ને ચિત્રાંગદનું મૃત્યુ થતાં વિચિત્રવીરને રાજગાદી સોંપી એટલું જ નહીં પરંતુ એને માટે અંબિકા અને અંબાલિકા જેવી રાણીઓના અપહરણ કરીને લાવ્યા. અંબિકાનો પુત્ર તે કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાનો પુત્ર તે પાંડવોના પિતા પાંડુ મહાભારતના યુધ્ધમાં દશમાં દિવસે કૌરવ સેનાનું સરસેનાપતિનું પદ ભિષ્મે લીધું હતું.

આ યુધ્ધમાં ભિષ્મ પિતામહનું શરીર યુધ્ધભૂમિમાં વિંધાયુ અને તેમનો અંતકાળ નજીક આવ્યો, પરંતુ ત્યારે તેમને જાણ થઇ કે સૂર્ય તો દક્ષિણાયનમાં છે, આવા સમયે પ્રાણનો ત્યાગ કરવો એ ઠીક નથી.

ભિષ્મ પિતામહને તો ઇચ્છામૃત્યુનું વરદાન હતું. આથી તેઓ બાણ સૈયા ઉપર જ અસહ્ય કષ્ટ વેઠીને સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોવા લાગ્યા. જ્યારે સૂર્ય ઉત્તરાયણ થયો ત્યારે જ તેમણે પ્રાણનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવ્યો. શ્રીમદ્ ભગવત ગીતાના આઠમાં અધ્યાયના ૨૩મા શ્લોકમાં કહ્યું છે કે, ઉત્તરાયણનો કાળ એવો છે કે જે કાળે મરણ પામી તો યોગીઓ મોક્ષ પામે છે.

આમ, ઉત્તરાયણનો આ પર્વ ભિષ્મ દેહોત્સર્ગના પર્વ તરીકે પણ ઉજવાય છે.

(9:24 am IST)