Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ચીફ જસ્ટિસ વિરૂધ્ધ ૪ જજાની બગાવતઃ સુપ્રીમ કોર્ટને બચાવો નહિતર લોકતંત્રનો ઘડો લાડવો

દેશના ઇતિહાસમાં પહેલીવાર ૪ જજા મિડીયા સમક્ષ આવ્યાઃ સુપ્રીમ કોર્ટમાં બધુ ઠીકઠાક નહિ હોવાનો સનસનીખેજ આરોપઃ સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે ચાલુ ન હોવાનો આરોપઃ અનેક બાબતે ચીફ જસ્ટિસને રજૂઆત કરી પરંતુ વાત સાંભળી નથીઃ કેટલાક ફેસલાઓથી ન્યાયપાલિકાની વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઇ છેઃ સુપ્રીમ કોર્ટની સ્વતંત્રતાને પણ અસર

નવી દિલ્હી તા. ૧૨ : સ્વતંત્રતા બાદ દેશમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટના ૪ જજાએ આજે પત્રકાર પરીષદ કરીને ખળભળાટ મચાવી દીધો. ચીફ જસ્ટિસ બાદ સુપ્રીમ કોર્ટના ૪ વરિષ્ઠ જજ જસ્ટિસ ચેલામેશ્વર, જસ્ટિસ મદનલોકુર, જસ્ટિસ કુરિયન જાસેફ, જસ્ટિસ રંજન ગોગોઇએ મીડિયા સાથે વાત કરીને સુપ્રીમ કોર્ટના પ્રશાસનમાં અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજાનો એક સાત પાનાનો પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જજાએ કેટલાક કેસમાં એસાઇનમેટને લઇને નારાજગી વ્યકત કરી છે. જજાએ આરોપ મુકયો છે કે ચીફ જસ્ટીસ તરફથી કેટલાક મામલાઓને કેટલીક ખાસ બેન્ચો અને જજાને જ આપવામાં આવે છે. 

 

મીડિયા સાથે વાત કરીને ૨ નંબરના જજ મનાતા જસ્ટિસ ચેલામેશ્વરે કહ્નાં, અંદાજે ૨ મહિના પહેલા અમે ૪ જજાના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો અને મુલાકાત કરી અને તેઓને જણાવ્યું કે, જે કંઇ પણ થઇ રહ્નાં છે તે યોગ્ય નથી. પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્નાં નથી. આ મામલો એક કેસના અસાઇનમેન્ટ અંગેનો હતો. તેઓએ કહ્નાં કે, જાકે અમે ચીફ જસ્ટિસને અમારી વાત સમજાવામાં અસફળ રહ્ના. તેથી અમે દેશ સમક્ષ સંપૂર્ણ વાત રાખવાનો નિર્ણય કર્યો.

 

પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, ક્યાં મામલા અંગે તેઓએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો. જસ્ટિસ કુરીયન જાસેફે કહ્નાં કે, તે એકનું અસાઇનમેન્ટ હતું તે પૂછવામાં આવ્યું કે શું આ સીબીઆઇ જજ જસ્ટિસ લોયાના શંકાસ્પદ મૃત્યુ સાથે જાડાયેલો મામલો છે. કુરિયને કહ્નાં હાઆ બધાની વચ્ચે સીજેઆઇને લખેલો પત્ર જજ મીડિયાને આપવાના છે જેનાથી સમગ્ર મામલો સ્પષ્ટ થશે કે ક્યાં મામલા અંગે તેઓના ચીફ જસ્ટિસ સાથે મતભેદ છે.

જસ્ટિસ ચેલામેશ્વર અને જસ્ટિસ કુરિયન જાસેફે કહ્નાં કે, અમે તે પત્ર સાર્વજનિક કરીશું. જેનાથી સમગ્ર વાત સ્પષ્ટ થશે. ચેલામેશ્વરે કહ્નાં કે, ૨૦ વર્ષ બાદ કોઇ એમ ન કહી શકે. અમે અમારી આત્મા વેચી દીધી છે તેથી અમે મીડિયા સાથે વાત કરવાનો નિર્ણય કર્યો. ચેલામેશ્વરે કહ્નાં કે, ભારત સહિત કોઇપણ દેશમાં લોકતંત્રને જાળવી રાખવા માટે તે જરૂરી છે કે, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા યોગ્ય રીતે કાર્ય કરે.

ચેલામેશ્વરે કહ્નાં કે, અમારા પત્ર પર હવે દેશને વિચાર કરવાનો છે કે મુખ્ય ન્યાયાધીશ વિરૂધ્ધ મહાભિયોગ ચલાવો કે નહી. જસ્ટિસ ચેલામેશ્વરે કહ્નાં કે, તે ખુશીની વાત નહી કે અમારે પત્રકાર પરિષદ બોલાવી પડે. સુપ્રીમ કોર્ટનું પ્રશાસન યોગ્ય રીતે ચાલી રહ્નાં નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં તે બન્યું છે, જે થવું જાઇએ નહીં.

મીડિયા સાથે સુપ્રીમ કોર્ટના જજાની આ વાતચીત અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક છે. સામાન્ય રીતે જજ મીડિયાથી દુર જ રહે છે અને સાર્વજનિક રીતે ન્યાયપાલિકાનો પક્ષ ચીફ જસ્ટિસ જ રાખે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને બીજા નંબરના સીનીયર જજ જસ્ટિસ ચેલામેશ્વર વચ્ચે અનેક મુદ્દે મતભેદ રહ્ના છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય સિધ્ધાંત છે કે ચીફ જસ્ટિસની પાસે રોસ્ટર તૈયાર કરવાનો અધિકાર હોય છે અને તેઓ નક્કી કરે છે કે કઇ બેંચ અને જજ મામલાની સુનાવણી કરશે. જાકે તે દેશનું ન્યાયશાસ્ત્ર છે કે, ચીફ જસ્ટિસ બધા બરાબરના જજામાં પ્રથમ હોય છે. તેઓ કોઇથી નાના કે મોટા હોતા નથી.

જજાએ પોતાના પત્રમાં લખ્યું કે, ‘એવા અનેક કેસ છે, જેનું દેશ માટે ખૂબ જ મહત્વ છે ચીફ જસ્ટિસે તેવા કેસોને તાર્કિક આધાર પર આપવાના બદલે પોતાની પસંદગીવાળા બેંચોને સોંપી દીધા. તેને કોઇ પણ ભોગે રોકવા જાઇએ.

પત્રમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ સંસ્થાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે નહિ તેથી કેસનો ઉલ્લેખ કરી રહ્ના નથી પરંતુ તેના કારણે પહેલાથી જ ન્યાયપાલિકાની સંસ્થાને નુકસાન થયું છે.

ચાર જજોએ પત્રમાં શું શું લખ્યુ છે ?

- ચીફ જસ્ટીસ કેસની વહેંચણીના નિયમોનુ પાલન કરતા નથી

- પરંપરાની વિરૂદ્ધ કામ કરી રહ્યા છે, સામુહિક નિર્ણયો લેવાતા નથી

- ચીફ જસ્ટીસે સંસ્થાની છબી ખરાબ કરી છે

- એવા કેસ જે સુપ્રીમ કોર્ટની અખંડતાને અસર કરે છે તે કોઈ કારણ વગર એવી બેંચોને આપી દયે છે જે ચીફ જસ્ટીસની પ્રેફરન્સની હોય

- સુપ્રીમ કોર્ટ ૨૪ જજો સાથે કામ કરે છે જ્યારે સંખ્યા ૩૧ હોવી જોઈએ

- જજોની જગ્યા ખાલી હોવાથી કેસનો બોજો-ભરાવો વધતો જાય છે

(4:03 pm IST)
  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST

  • આઇડિયા સેલ્યુલરએ જણાવ્યું છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા વોડાફોન ઇન્ડિયા - આઇડિયા સેલ્યુલરના પ્રસ્તાવિત મર્જરને મંજૂરી આપી દીધી છે. આ મર્જરને પહેલાથીજ બજાર નિયમનકાર સેબી અને ભારતીય સ્પર્ધાત્મકતા પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. નોંધપાત્ર રીતે આ મર્જર થયેલ નવી કંપની 35 ટકા બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બનશે. access_time 8:41 pm IST

  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST