Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સેટેલાઇટ લોંચની ખાસ વાતો

શ્રીહરીકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોંચ

        શ્રીહરીકોટા, તા. ૧૨ : અંતરિક્ષના ક્ષેત્રમાં વિશ્વમાં ડંકો વગાડનાર અને તમામ રિકોર્ડ પોતાના નામ પર કરનાર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ( ઇસરો)એ આજે નવો ઇતિહાસ સર્જયો હતો. ઇસરોએ ૧૦૦મો  ઉપગ્રહ લોંચ કર્યો હતો. ઇસરોએ એક સાથે ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા હતા. ઇસરોની તરફથી પીએસએલવી સી-૪૦ રોકેટ મારફતે લોંચ કરવામાં આવેલા ૩૧ સેટેલાઇટ પૈકી ૨૮ વિદેશી અને ૬ણ સ્વદેશી ઉપગ્રહ છે. ૨૮ કલાક સુધી કાઉન્ટડાઉન ચાલ્યુ હતુ. ગઇકાલે સવારે ૫.૨૯ વાગે કાઉન્ટડાઉનની શરૂઆત થઇ હતી. ઇસરોની વેબસાઈટ ઉપર આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. મિશન રેડિનેસ રિવ્યુ કમિટિ અને લોંચ ઓથોરાઇઝેશન બોર્ડ દ્વારા બુધવારના દિવસે કાઉન્ટડાઉનને મંજુરી આપવામાં આવ્યા બાદ આ કાઉન્ટડાઉન શરૂ થયું હતુ. ૧૦૦માં સેટેલાઇટ લોંચ કરવાની સાથે જોડાયેલી પાંચ ખાસ બાબતો નીચે મુજબ છે.

*      શ્રીહરીકોટા ના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવેલા પીએસએલવી સી-૪૦ થી ૬ણ   સ્વદેશી અને ૨૮ વિદેશી ઉપગ્રહોને એક સાથે લોંચ કરવામાં આવ્યા

*      વિદેશી સેટેલાઇટમાં કેનેડા, અમેરિકા, ફિનલેન્ડ, ફ્રાન્સના સેટેલાઇટ સામેલ

*      અર્થ નેવિગેશન માટે છોડવામાં આવેલા ૧૦૦માં ઉપગ્રહ કાર્ટોસેટ-૨ સીરીઝ મિશનના પ્રથમ ઉપગ્રહ તરીકે રહ્યો છે

*      ઇસરોની સાથે સહ યાત્રી સેટેલાઇટ પણ છે જેમાં ૧૦૦ કિલોગ્રામના માઇક્રો અને ૧૦ કિલોગ્રામના નેનો ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે

*      કાર્ટોસેટ-૨ સીરીઝના આ મિશનની સફળતા બાદ જમીનની વધુ સારી  ગુણવત્તા સાથે ફોટો મળશે આ ફોટોનો ઉપયોગ માર્ગ નેટવર્ક પર નજર રાખવા, અર્બન એન્ડ રૂરલ પ્લાનિંગ કરવામાં પણ મદદ મળશે

(12:33 pm IST)