Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સિધ્ધરમૈયાનો અમિત શાહ પર પલટવાર

'BJP-RSS અને બજરંગ દળમાં છે આતંકીઓ'

બેગ્લુરૂ તા. ૧૨ : કર્ણાટકાના મુખ્યમંત્રી સિદ્ઘરમૈયાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર વળતો હુમલો કર્યો છે, સિદ્ઘરમૈયાએ આરએસએસ અને ભાજપ પર કાઉન્ટર એટેક કરતાં કહ્યું કે, ભાજપ, આરએસએસ અને બજરંગ દળમાં જ આતંકવાદીઓ છે. અમિત શાહે ગઇકાલની એક રેલીમાં સિદ્ઘરમૈયા પર વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

 

મુખ્યમંત્રી સિદ્ઘરમૈયાએ કહ્યું, 'ભાજપ, આરએસએસ અને બજરંગ દળમાં પણ આતંકવાદીઓ છે. આ સંગઠનોનો રસ્તો આતંકવાદીઓ જેવો છે. પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, સોશ્યલ મીડિયા ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો આતંકવાદી ગતિવિધીઓને ફેલાવવાની કોશિશો કરી રહ્યાં છે, તેને અમે બિલકુલ સહન નહીં કરીએ.'

સીએમ સિદ્ઘરમૈયાના આ નિવેદન પર બબાલ મચી છે, ખરેખર સિદ્ઘરમૈયા અમિત શાહના આ નિવેદનનો જવાબ આપી રહ્યાં હતાં, જેમાં અમિત શાહે તેમના પર વોટ બેન્કની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે સિદ્ઘરમૈયા પર એટેક શરૂ થઇ ગયા છે.

હવે તે SDPI સંગઠન વિશે પણ જાણી લો જેને લઇને આરોપ પ્રત્યારોપનો ખેલ કર્ણાટકની રાજનીતિમાં ચાલી રહ્યો છે. SDPI એટલે સોશ્યલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દક્ષિણ ભારતમાં સક્રિય સંગઠન છે. SDPI પોલ્યૂલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે PFIની રાજકીય શાખા છે. PFI અલ્પસંખ્યકો અને પછાતના હક્કો માટે અવાજ ઉઠાવવાનો દાવો કરે છે. જોકે આ સંગઠન પર દેશ વિરોધી ગતિવિધીઓમાં સામેલ થવાના આરોપ લાગતા રહ્યાં છે.

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, ભાજપ સસ્તાંમાં વાપસી કરવા ઇચ્છે છે તો કોંગ્રેસની ચિંતા સત્તા બચાવવાની છે. આવામાં પોત પોતાની વોટબેન્ક પર બધાની નજર છે.(૨૧.૯)

(10:02 am IST)