Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

‘‘સિકયુરીંગ અમેરિકાસ ફયુચર એકટ'': H-1B વીઝા ધારકોને આપવાના થતા ગ્રીન કાર્ડની સંખ્‍યામાં ૪૫ ટકાનો વધારો કરવાનો પ્રસ્‍તાવ કોંગ્રેસમાં રજુઃ ગ્રીન કાર્ડની રાહ જોઇને બેઠેલા પાંચ લાખ જેટલા ભારતીયોને લાભ થશે

વોશીંગ્‍ટનઃ ‘‘સિકયુરીંગ અમેરિકન ફયુચર એકટ'' નામ સાથે અમેરિકાની કોંગ્રેસમાં મુકાયેલા બિલમાં મેરીટના આધારે આવેલા વિદેશીઓને આપવાના થતા ગ્રીન કાર્ડની સંખ્‍યામાં ૪૫ ટકાનો વધારો કરવાની ભલામણ છે. જો આ પ્રસ્‍તાવને કોંગ્રેસની મંજુરી મળશે તો ગ્રીન કાર્ડની રાહ જોઇ રહેલા અંદાજે પાંચ લાખ ભારતીયોને લાભ થશે.

બિલમાં ગ્રીન કાર્ડ આપવા માટેની વર્તમાન સંખ્‍યાની મર્યાદા જે ૧ લાખ ૨૦ હજાર છે તેમાં ૪૫ ટકાનો વધારો માંગી ૧ લાખ ૭૫ હજાર કરવાનો પ્રસ્‍તાવ છે.

ઉલ્લેખનીય  છે કે ણ્‍-૧ગ્‍ વીઝા મેળવી અમેરિકા જતા લોકોને ભવિષ્‍યમાં અપાતા ગ્રીન કાર્ડ માટે આ સંખ્‍યા વધવાથી લાભ થાય તેમ છે. સાથોસાથ જયાં સુધી ગ્રીન કાર્ડ ન મળે ત્‍યાં સુધી વીઝાની મુદતમાં વધારો કરવાની જોગવાઇ પણ ચાલુ રખાતા અંદાજે ૭ લાખ ૫૦ હજાર જેટલા ભારતીયોને વતનમાં પરત ફરવુ પડે તેમ હતું તે ડર પણ હવે નાબુદ થઇ ગયો છે.

(9:25 am IST)