Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી કમલા હેરીસની સેનેટ જ્‍યુડીશીયરી કમિટીમાં નિમણુંકઃ કેલિફોર્નિયાના સેનેટર સુશ્રી હેરીસ હવે કોમ્‍યુનીટીને લગતા પ્રશ્નો,હયુમન રાઇટસ, ઇમિગ્રેશન લો, કન્‍ઝયુમર પ્રોટેકશન, ઇન્‍ટરનેટ પ્રાઇવસી, સહિતના ક્ષેત્રે પોતાના અનુભવોનો લાભ આપશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્‍થિત કેલિફોર્નિયા ડીસ્‍ટ્રીકટ સેનેટર ઇન્‍ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી કમલા હેરિસની સેનેટ જ્‍યુડીશીયરી કમિટીમાં નિમણુંક થઇ છે. તેઓ હોમલેન્‍ડ સિકયુરીટી એન્‍ડ ગવર્મેન્‍ટ અફેર્સ કમિટીમાં પણ સેવાઓ આપી રહ્યા છે.

સેનેટની જ્‍યુડીશીયરી કમિટીમાં નિમણુંક મળવાથી હવે તેઓ કમિટી ઓન એનવાયરમેન્‍ટ એન્‍ડ પબ્‍લીક વર્કસમાંથી છુટા થયા છે.

ઉપરોકત સ્‍થાન ઉપર નિમણુંક મળવાથી હવે તેઓ કોમ્‍યુનીટીને લગતા પ્રશ્નોને વાચા આપી શકશે તેમ જણાવ્‍યું હતું. આ કમિટી અંતર્ગત તેઓ ક્રિમીનલ, જસ્‍ટીસ, ફેડરલ ક્રિમીનલ લો, ઇમિગ્રેશન લો, હયુમન રાઇટસ, કન્‍ઝયુમર પ્રોટેકશન, તથા ઇન્‍ટરનેટ પ્રાઇવસી ક્ષેત્રે તેમના અનુભવોનો લાભ આપી શકશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:12 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • મુંબઇથી ઉપડેલું હેલિકોપ્ટર થયું ગુમ : ઓએનજીસીના કર્મચારીઓ સહિત 7 લોકો તેમાં હતા સવાર : હેલિકોપ્ટર સવારે 10.20 કલાકે ઉડ્યું હતું, જે ઓએનજીસીના ઉત્તરીય વિસ્તારમાં 10.58 કલાકે પહોંચવાનું હતું, પરંતુ 10.30 વાગ્યા પછી તેના કોઈ સિગ્નલ મળ્યા નથી. access_time 1:31 pm IST