Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

૨૦૨૦ની સાલમાં વિશ્વની કુલ વસતિમાં સાઉથ એશિઅન પ્રજાજનોનું પ્રમાણ ૨૫ ટકા થઇ જશેઃ સામે પક્ષે મૃત્યુદરનું પ્રમાણ ડબલ થઇ જવાની ભીતિઃ હાર્ટએટેક તથા ડાયાબિટીસ ટાઇપ ટુથી બચવા જાગૃતિ ફેલાવવી જરૂરીઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમિલા જયપાલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં બીજા નંબરની સૌથી મોટી લઘુમતિ કોમ તરીકે સ્થાન ધરાવતા સાઉથ એશિઅન પ્રજાજનો હાર્ટ એટેકનો ભોગ બનવામાં પણ સૌથી આગળ છે. આ પ્રજાજનોમાં હાર્ટ  એટેકથી બચવા માટે જાગૃતિ ફેલાવવા ઇન્ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલએ ગ્લોબલ હેલ્થ એકસપર્ટ ગાયત્રી બદ્રીનાથને અનુરોધ કર્યો છે.

તેમણે ઉમેર્યુ હતું કે આ પ્રજાજનો હાર્ટ એટેક ઉપરાંત ડાયાબિટસ ટાઇપ ટુના પણ ભોગ બની રહ્યા છે.

તેથી તેઓમાં આ બાબતે જાગૃતિ ફેલાવવા યોગ્ય શિક્ષણ આપી પ્રચાર કરવો જરૂરી છે.

સુશ્રી જયપાલ તથા શ્રી બદ્રીનાથએ સંયુકત નિવેદનમાં જણાવ્યા મુજબ વિશ્વની કુલ વસતિમાં સાઉથ એશિઅન પ્રજાજનોની વસતિ ૨૫ ટકા જેટલી થવા જાય છે. સામે પક્ષે આ લોકોમાં મૃત્યુદરનું પ્રમાણ ડબલ થઇ રહ્યું છે તેથી વધી રહેલા હાર્ટ એટેક અને ડાયાબિટીસ સામે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.

(8:08 pm IST)