Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રિટેલ ફુગાવો નવેમ્બર માસમાં ૫.૫૪ ટકા : ચીજો વધારે મોંઘી

રિટેલ ફુગાવો ત્રણ વર્ષની ઉંચી સપાટી ઉપર : સતત બીજા મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેંકના ચાર ટકાના અંદાજથી ઉપર : ફેક્ટ્રી ગ્રોથમાં જંગી ઘટાડો થયો

નવીદિલ્હી, તા. ૧૨ : રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ) ઉપર આધારિત ફુગાવાનો આંકડો વધીને નવેમ્બર મહિનામાં .૫૪ ટકા થઇ ગયો છે જેથી સામાન્ય લોકો ઉપર વધુ બોજ આવ્યો છે. અનેક ચીજોની કિંમતોમાં વધારો થયો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આજે મુજબની વાત કરવામાં આવી હતી. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં ફુગાવો .૬૨ ટકા હતો. રિટેલ ફુગાવાનો આંકડો ટકાથી ઉંચી સપાટી ઉપર રહ્યો છે. રિઝર્વ બેંક દ્વારા હાલમાં પોલિસી સમીક્ષા જારી કરવામાં આવી હતી જેમાં વ્યાજદરોને યથાવત રાખવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ત્રણ વર્ષની ઉંચી સપાટી ઉપર હવે પહોંચી ચુક્યો છે.

          અગાઉ જુલાઈ ૨૦૧૬માં રિટેલ ફુગાવો .૦૭ ટકા હતો. સતત બીજા મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ટકાના રિઝર્વ બેંકના અંદાજ કરતા ઉંચો રહ્યો છે. આરબીઆઈ દ્વારા તેની દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરતી વેળા રિટેલ ફુગાવા પર ધ્યાન આપે છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અન્ય ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને . ટકા થયો છે જે . ટકા અગાઉ રહ્યો છે. સપ્ટેમ્બરમાં અનેક ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારની સ્થિતિ રહી છે. આઈઆઈપીની દ્રષ્ટિએ માંપવામાં આવતા ફેક્ટરી ઉત્પાદન ઓક્ટોબર ૨૦૧૮માં . ટકા હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મંદી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં તેમાં ૨૧ ટકાનો ઘટાડો થયો હતો. એક વર્ષ અગાઉના ગાળાની સરખામણીમાં તેમાં વધુ ઘટાડો નોંધાયો છે. ફેક્ટરી ગ્રોથનો આંકડો ઓક્ટોબર મહિનામાં . ટકા થઇ ગયો છે. મોદી સરકારની ચિંતા મોંઘવારીના મોરચે પણ વધી રહી છે. કારણ કે, કમોસમી વરસાદે કિંમતોમાં વધારો કરવા ફરજ પાડી છે.

(7:57 pm IST)