Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સેંસેક્સ વધુ ૧૬૯ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

સેંસેક્સ ૪૦૫૮૨ની ઉંચી સપાટી ઉપર રહ્યો : ઇન્ફોસીસ શેરમાં સૌથી વધારે ૨.૫૦ ટકાનો ઘટાડો અને તાતા મોટર્સ શેરમા સૌથી વધુ સાત ટકાનો ઉછાળો રહ્યો

મુંબઈ, તા. ૧૨ : શેરબજારમાં આજે ઉથલપાથલની સ્થિતિ વચ્ચે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઉછળીને ૪૦૫૮૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં આજે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે ઇન્ફોસીસના શેરમાં .૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. આજે અનેક બેંકોના શેરમાં કડાકો બોલી ગયો હતો જ્યારે જે શેરમાં તેજી રહી હતી તેમાં એચડીએફસી બેંક, ટીસીએસ, એસબીઆઈ, તાતા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૬૨ પોઇન્ટ ઉછળીને ૧૧૯૭૨ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સ ૪૦૯ પોઇન્ટ ઉછળીને ૩૧૬૬૫ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. મિડકેપ ઇન્ડેક્સ ૧૩૬ પોઇન્ટ ઉછળીને ૧૬૭૭૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૬ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૫૬૦૫ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં .૩૬ ટકાનો ઉછાળો રહ્યો હતો.

             પીએસયુ બેંક ઇન્ડેક્સમાં .૨૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. યશ બેંકના શેરમાં ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં હાલ જુદા જુદા પરિબળોની અસર રહેનાર છે. ફુગાવાનો વધારો આરબીઆઈના નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે છે. વ્યાજદરો યથાવત રહ્યા હતા. હાલમાં રિઝર્વ બેંક દ્વારા તેની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર કર્યા હતા જેમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓની ગણતરીને ઉંધી વાળી દઇને વ્યાજદર યથાવત રખાયો હતોહાલમાં કોર સેક્ટર આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. ઓક્ટોબર મહિનામાં આઠ કોર સેક્ટરના આઉટપુટમાં ઘટાડો થતાં નિરાશા રહી હતી. કોલસાના ઉત્પાદનમાં ઓક્ટોબર મહિનામાં ૧૭. ટકાનો ઘટાડો રહ્યો હતો. વિદેશી મુડીરોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં હજુ સુધી વેચવાલીનુ વલણ અપનાવ્યુ હતું. વિદેશી રોકાણકારોએ આર્થિક સુસ્તી વચ્ચે સાવચેતીના વલણના ભાગરૂપે મુડી માર્કેટમાંથી ૨૪૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

             ડિપોઝીટરીના આંકડા મુજબ વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૮. કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જ્યારે ડેબ્ટ સેગ્મેન્ટમાં નેટ આધાર પર ૧૪૨૪. કરોડ રૂપિયા ઉમેરી દીધા છે. જેથી કુલ રોકાણનો આંકડો ૨૪૪. કરોડનો રહ્યો હતોએફપીઆઈ દ્વારા નવેમ્બરમાં ઇક્વિટીમાં ૨૫૨૩૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી હતીજો કે, ડેબ્ટના સેગ્મેન્ટમાંથી ગાળા દરમિયાન ૨૩૫૮. કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

શેરબજારની સ્થિતિ.....

મુંબઈ, તા. ૧૨ : શેરબજારમાં આજે ઉથલપાથલની સ્થિતિ વચ્ચે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઉછળીને ૪૦૫૮૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સના શેરમાં આજે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે ઇન્ફોસીસના શેરમાં .૫૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં આજે સ્થિતિ નીચે મુજબની રહી હતી.

સેંસેક્સમાં ઉછાળો

૧૬૯ પોઇન્ટ

સેંસેક્સની સપાટી

૪૦૫૮૨

તાતા મોટર્સના શેરમાં ઉછાળો

ટકા

ઇન્ફોસીસના શએરમાં ઘટાડો

.૫૦ ટકા

નિફ્ટી ઇન્ડેક્સમાં ઉછાળો

૬૨ પોઇન્ટ

નિફ્ટી ઇન્ડેક્સની સપાટી

૧૧૯૭૨

નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ઉછાળો

૪૦૯ પોઇન્ટ

નિફ્ટી બેંક ઇન્ડેક્સની સપાટી

૩૧૬૬૫

નિફ્ટી મિડકેપમાં ઉછાળો

૧૩૬

નિફ્ટી મિડકેપમાં સપાટી

૧૬૭૭૧

નિફ્ટી સ્મોલકેપમાં ઉછાળો

૨૬ પોઇન્ટ

નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સની સપાટી

૫૬૦૫

નિફ્ટી પીએસયુ બેંકમાં ઉછાળો

.૨૩ ટકા

નિફ્ટી પીએસયુ બેંકમાં સપાટી

૨૪૭૧

નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ઉછાળો

.૩૬ ટકા

નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં સપાટી

૨૫૬૯

(7:56 pm IST)