Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

આસામમાં ૪૬ કરોડના ખર્ચે ૩૦૦૦ લોકો માટે અટકાયત કેન્દ્ર બની રહયું છે

વધુ ૬ થી ૭ લાખ લોકો ગેરકાયદે નિરાશ્રીતો બનશે, તેમને રાખવા વધુ ૨૦૦ કેમ્પ બનાવવા પડશેઃ જે માટે ૯ હજાર કરોડનો જંગી ખર્ચ કરવો અનિવાર્ય

ગૌહત્તીઃ આસામ ૪૬ કરોડના ખર્ચે ૩,૦૦૦ લોકો માટે એક અટકાયત કેન્દ્ર બનાવી રહ્યું છે. તેમાં હવે ૬—૭ લાખ 'ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ' નવા રહેવાની સંભાવના છે જેમને આવા કેમ્પમાં મૂકવા પડશે.  ટાઇમ્સના એક અહેવાલ મુજબ આ માટે ૨૦૦ વધુ શિબિરો બનાવવાનો ખર્ચ ૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ  આવશે.  દેશવ્યાપી એનઆરસી અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રહેવાની સુવિધાઓ માટે આવા અનેક હજાર કરોડનો ખર્ચ થશે. 'ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ' ને ઓળખવા માટે હજારો કરોડ ખર્ચવા કરતાં અને પછી કરદાતાઓના ખર્ચે તેમને શિબિરમાં રાખવા ખવડાવવા માટે વધુ ખર્ચ કરવા દેવા  કરતા તેમને રાખવા સહેલા-સસ્તા પડશે તેવો મત પ્રગટ થઇ રહયો છે.

(3:43 pm IST)