Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

રાજયસભા ટીવીએ અચાનક પ્રસારણ બંધ શા માટે કર્યું ?

નવી દિલ્હીઃ નાગરિકતા સુધારણા બિલને રાજયસભામાં પસાર કરવામાં  આવ્યું છે.  ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ આ બિલ પ્રસ્તુત કરતી વખતે જયારે એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક અમિતભાઇ શાહ ઉપર ભડકયા હતા જેના પછી ધમાલ સર્જાયાના પગલે રાજયસભા TV એ થોડા સમય માટે પોતાનું પ્રસારણ અટકાવી દીધું હતું.

 આ પગલું રાજયસભાના ચેરમેન વેંકૈયા નાયડુના આદેશથી લેવામાં આવ્યું હતું.

 અમિતભાઇ  આ બિલ પ્રસ્તુત કરતી વખતે જયારે એમ બોલ્યા કે ભાજપ સરકાર આસામી લોકોના હકોનું રક્ષણ કરશે ત્યારે વિપક્ષના નેતાઓ આક્રોશપૂર્વક અમિતભાઇ   ઉપર ભડકયા હતા.

નાયડુએ વિપક્ષના સભ્યોને શ્રી શાહના ભાષણમાં વારંવાર વિક્ષેપ ન પાડવા ચેતવણી આપી હતી અને તેમને એમ પણ ચેતવણી આપી હતી કે જો આ વર્તન ચાલુ રહેશે તો તેઓ જે તે સાંસદને એ દિવસ માટે સભામાંથી સસ્પેન્ડ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ દરમિયાન વચ્ચે જે પણ બોલવામાં આવશે એ રેકોર્ડ ઉપર નોંધવામાં નહિ આવે.

આ જ સમયે બપોરે ૧૨:૨૪ એ  રાજયસભાએ તેનું જીવંત પ્રસારણ બંધ કરી દીધું હતું. રાજયસભા TV ના સૂત્રોના મતે જયારે ચેરમેન વડે લાલ લાઈટનું બટન દબાવવામાં આવે છે. તે રાજયસભા TV  ને ટેલિકાસ્ટ બંધ કરવાનું સિગ્નલ આપે છે.

થોડા જ સમયમાં રાજયસભા TV  એ તેનું નિયમિત પ્રસારણ ફરીથી ચાલુ કર્યું જે  દરમિયાન ગૃહમાં  ફરી એક વખત વ્યવસ્થા સ્થપાઈ ગઈ હતી અને અમિતભાઇએ  પોતાનું ભાષણ આગળ ધપાવ્યું હતું. 

(1:22 pm IST)