Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ધનિક પ્રમોટરો ઘટયા પણ ટોચના ૧૦નો વધ્યો

અર્થતંત્રની ઉથલ પાથલે ભારતીય અબજોપતિ પ્રમોટરોનું રેન્કીંગ બદલાવી નાખ્યું : અનેક દિગ્ગજ અને જુના અબજપતિઓ પાછળ રહી ગયા તો કેટલાક નવા આગળ ગયા

મુંબઇ તા ૧૨: અર્થ વ્યવસ્થામાં વ્યાપક ઉથલ પાથલે ભારતીય અબજોપતિ પ્રમોટરોના રેંકીંગ પણ બદલી નાખ્યા છે. ઘણા દિગ્ગજ અનેજુના અબજોપતિઓ પાછળ રહી ગયા છે તો કેટલાક ઓછાજાણીતા અબજોપતિએ ટોચના પ્રમોટરોની યાદીમાં જગ્યા બનાવવામાંસફળ થયા છે. ખાનગી ક્ષેત્રની ટોચની કંપનીઓમાં પ્રમોટરોની હિસ્સેદારીના બજારભાવમાં ફેરફારથી જાણી શકાય છે કે માર્ચ ૨૦૧૮માં ઉચ્ચ સ્થાને પહોંચ્યા પછી અબજોપતિ પ્રમોટરોની સંખ્યા ઘટીછે, જયારે ધનાઢય અનેઓછા ધનાઢય પ્રમોટરો વચ્ચેનુંઅંતર ૨૦૧૯માં વધ્યું છે.

દેશના દસ ધનવાન પ્રમોટરો (નેટવર્થના આધારે) ની સંપતિ હવે લગભગ ૧૮૦ અબજ ડોલર થઇ ગઇ છે, જે એક વર્ષ પહેલા ૧૪૦ અબજ ડોલર હતી. આનાથી ઉલ્ટુ આ યાદીમાં સામેલ ૧૦ અપેક્ષાકૃત ઓછા ધનવાન અબજોપતિઓની સંપતિમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. આ દસ પ્રોમટરોની કુલ નેટવર્થ ૧૦.૫ અબજ ડોલર છે. જેએક વર્ષ પહેલા ૧૩ અબજ ડોલર હતી. શેરના ભાવોમાં ઘટાડાના કારણે છેલ્લા ૧૨ મહીનામાં આ પ્રમોટરોની નેટવર્થમાં લગભગ૨૨ ટકાનો ઘટાડો થયો છે. આના પરિણામે ટોચના દસ ધનિક પ્રમોટરો પાસે દેશમાં કુલ પ્રમોટર્સ સંપતિના લગભગ ૪૧.૨ ટકા છે, જે ડીસેમ્બર૨૦૧૮ ના  અંતમાં ૩૨.૫ ટકા અને માર્ચ ૨૦૧૮માં ૨૮ ટકા હતી. આ સાથે જ એક અબજ ડોલર અથવા તેનાથી વધારે સંપતિવાળા પ્રમોટરોની સંખ્યા હવે ૮૦ રહી ગઇ છે જે ડીસેમ્બર ૨૦૧૮માં ૮૨ હતી .

(1:18 pm IST)