Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગ્રાહકો અજાણ... HPCL બુક કરી રહ્યુ છે તેમનુ સિલિન્ડરઃ ડિસ્ટ્રીબ્યુટરો હેરાન પરેશાન

ગ્રાહકોએ ડીલીવરી લેવાની ના પાડતા ડીસ્ટ્રીબ્યુટરોની સ્થિતી કફોડી : ઉજ્જવલા હેઠળ નિષ્ક્રય LPG કનેકશનોનું ઓટો બુકિંગ શરૂ કરતા HPCLઉપર પસ્તાવ

નવી દિલ્હી તા.૧૨: સરકારી ઓઇલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ (એચપીસીએલ)એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) હેઠળ ઘણા નિષ્ક્રીય એલપીજી કનેકશનોનુ ઓટો બુકિંગ શરૂ કરી દીધુ છે. કંપનીને રસોઇ ગેસ સીલીંન્ડરના ઓછા બુકીંગ બાબતે ટીકાઓનો સામનો કરવો પડતો હતો. સુત્રો અનુસાર એચપીસીએલએ પીએમયુવાયના ઓછામાં ઓછા ૨૫ ટકા ગ્રાહકો પહેલા સીલીન્ડરનુ ઓટો બુકીંગ (ગ્રાહકો ન કરાવ્યુ હોય તો તેવુ) કર્યુ છે. આ પ્રકારે લગભગ ૫૦લાખ કનેકશનો માટે ઓટો બુકીંગ  કરાયુ છે. પીએમયુઆઇ હેઠળ ૮.૦૩ કરોડ ગરીબ પરિવારોને મફત રસોઇ ગેસ કનેકશનો અપાયા છે. જેમાંથી ૨ કરોડથી વધારે ગ્રાહકો એચપીસીએલના છે.

ફેડરેશન ઓફ એલપીજી ડીસ્ટ્રીબ્યુટર્સ ઓફ ઈન્ડિયાના મહામંત્રી પવન સોનીએ કહ્યુ કે એચપીસીએલ સીલીન્ડરોનુ ઓટો બુકીંગ કરી રહ્યુ છે. જેના કારણે ડીસ્ટ્રીબ્યુટરોને  હેરાનગતિ થઇ રહી છે. ઘણા ગ્રાહકો સીલીન્ડર લેવાની ના પાડી દે છે. કેમ કે તેમણે તો બુકીંગ કર્યુ નથી હોતુ  અન્ય એક  ડીસ્ટ્રીબ્યુટરે કહ્યુ કે ઓટો બુક કરવામાં આવેલ જે સીલીન્ડરોની ડીલીવરી નથી થતી  તેનાથી એક બેકલોગ બનતુ જાય છે. તેનાથી ડીસ્ટ્રીબ્યુટરના સ્ટાર રેટીંગને અસર થાય છે અને તેના કારણે તેને ભારે દંડ ચુકવવો પડે છે. અને કેટલાક કેસમાં નો લાયસન્સ પણ રદ કરી થઇ ગયા છે. દંડના ભારથી કેટલાક વિતરકો આવાસિલીન્ડરો  ખુલ્લા બજારમાં  વેચવા મજબુર બને છે. આનાથી રસોઇ ગેસનો વ્યવસાયીક રીતે ઉપયોગ થાય છે. અને સબસીડીનો દુરઉપયોગ થઇ રહ્યો છે. સબસીડીના પૈસા તો લાભાર્થીના ખાતામાં જાય છે. જ્યારે નાણાકીય વર્ષમાં એલપીજી સબસીડી પર ૩૨૯૮૯ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે.

(1:17 pm IST)