Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

'સિટીઝન એમેન્ડમેન્ટ ખરડો'

આ બીલમાંથી મિઝોરમ બાકાત છે જે લોકોને ભારતની નવી નાગરિકતા મળશે તેવા લોકો મણીપુર - મિઝોરમ - નાગાલેન્ડ અને અરૂણાચલમાં વસી નહિં શકે

અત્યારે દેશના પૂર્વોત્તર રાજયોનો છે. આસામ સહિત નોર્થ ઈસ્ટના રાજયો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર ત્રિપુરા અને મિઝોરમમાં સીટીઝન બીલનો જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે અને આ રાજયોમાં અત્યારે તોફાનો પણ થઈ રહ્યા છે. આ રાજયોની તકલીફ જુદી છે. આ લોકોને બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમ ઘુસણખોરો જોઈતા નથી સાથે સાથે હિન્દુ શરણાર્થીઓ સામે પણ વાંધો છે. આસામમાં વિરોધ કરતા નેતાઓ કહી રહ્યા છે કે આસામમાં અગાઉથી જ ૨૦ લાખ બાંગ્લાદેશી હિન્દુઓ રહે છે અને આ સીટીઝન બીલ જો પસાર થઈ જવાને કારણે બાંગ્લાદેશમાં રહેતા ૧.૭૦ કરોડ હિન્દુઓને આસામમાં આવવાનો રસ્તો કલીઅર થઈ જશે. આસામ સહિત પૂર્વોત્તર રાજયોના લોકોને ચિંતા છે કે અમારા રાજયોમાં બંગાળી હિન્દુઓ - મુસ્લિમો આવવાથી અમારી સંસ્કૃતિ અને સભ્યતા પર જોખમ ઉભુ થઈ રહ્યુ છે. જે અમે ચલાવી નહિં લઈએ.

નોર્થ ઈસ્ટના રાજયોની આ વાત સાથે કેન્દ્ર સરકાર કંઈક અંશે સહમત પણ છે અને સૌપ્રથમ મિઝોરમને આ બીલમાંથી બહાર રાખવામાં આવ્યુ છે. આ ઉપરાંત મણીપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં ઈનર લાઈન પરમીટની વ્યવસ્થા લાવવામાં આવશે જેના કારણે જે લોકોને ભારતની નવી નાગરીકતા મળશે તે લોકો રાજયોમાં વસી નહિં શકે. આસામ માટે પણ આવો કોઈક રસ્તો કાઢવાની વિચારણા ચાલી રહી છે.

(1:13 pm IST)