Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

અધ્યક્ષશ્રી મુજે સમજ નહિં આતા...કોંગ્રેસ પાર્ટી ઔર પાકિસ્તાન કે બયાન હમેશ એકસમાન કયું હોતે હૈ !!

નાગરિકતા સંશોધન બીલ સમયે રાજયસભામાં અમિતભાઇના પ્રવચનનો ૧.૧ર મિનીટનો હિસ્સો સોશ્યલ મિડીયા ઉપર ભારે વાયરલ

નવી દિલ્હી તા. ૧ર :.. નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારને સંસદના બન્ને ગૃહમાં નાગરિકતા સંશોધન ખરડો (સીએબી-ર૦૧૯) પસાર કરાવવાની અભૂતપૂર્વ સફળતા મળી છે. ત્યારે રાજયસભામાં આ ખરડા ઉપરની ચર્ચામાં અમિતભાઇ શાહે પોતાના પ્રવચનમાં અભૂતપૂર્વ સટાસટી બોલાવતા ધારદાર પ્રહારો કર્યા હતાં. તેમણે ભારે ધમાલ અને ભાજપના સભ્યોની તાલીઓના ગડગડાટ વચ્ચે કહેલ કે 'માન્યવર, (અધ્યક્ષશ્રી) મને સમજાતું નથી કે ચાહે સર્જિકલ સ્ટ્રાઇક હો કે એર સ્ટ્રાઇક, ચાહે ૩૭૦ હોય કે સીટીઝન એમેન્ડમેન્ટ  બીલ-સીએબી-ર૦૧૯ હોય, તે એક જ સરખા હોય છે. તેમણે કહયું કે ગઇકાલે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને જે નિવેદન આપ્યું અને આજે આ ગૃહમાં જે નિવેદનો (કોંગ્રેસ નેતા દ્વારા) અપાયા તે એક સમાન છે, એર સ્ટ્રાઇક માટે આપવામાં આવેલા નિવેદન અને કોંગ્રેસ નેતાઓના બયાન એક સરખા છે, સર્જીકલ સ્ટ્રાઇક સમયે જે નિવેદનો પાકિસ્તાનના માધ્યમથી અપાયા અને કોંગ્રેસના માધ્યમથી અપાયા, તે એક સરખા છે, ૩૭૦ ઉપર પાકિસ્તાનના નેતાઓએ જે નિવેદનો આપ્યા તે અને યુનોમાં કોંગ્રેસના નેતાઓના નિવેદનોને પાકિસ્તાને 'કોટ' કર્યા (ટાંકયા) તે પણ એકસરખા છે. અધ્યક્ષશ્રી, સીટીઝન એમેન્ડમેન્ટ બીલ માટે પણ ગઇકાલનું પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન જોઇ લેજો, અને આજે કોંગ્રેસના નેતાઓએ આપેલા નિવેદનો જોઇ લેજો, બન્ને એક સરખા છે... અધ્યક્ષશ્રી મારી સમજમાં આ નથી આવતું. (કે આમ કેમ?)

સોશ્યલ મિડીયા ઉપર અમિતભાઇના પ્રવચનનો ૧ મિનીટ ૧ર સેકન્ડનો આ ભાગ ભારે વાયરલ થઇ રહ્યો છે.

(11:40 am IST)