Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

બ્રિટનમાં આજે ઐતિહાસિક મતદાન આર્થિક-સામાજીક ભવિષ્યનું નિર્માણ કરશે

બ્રિટીશ વડાપ્રધાન જોનસને ભારતીય મતો ઉપર મદાર રાખ્યોઃ નરેન્દ્રભાઇની લોકપ્રિયતાનો ઉપયોગ કર્યોમુંબઇઃ આજે બ્રિટીશ લોકશાહી માટે ઐતિહાસીક મતદાન થઇ રહયું છે. જનરલ ઇલેકશનમાં બ્રેકિઝટ, આતંકીઓને સજા, કલાઇમેટ ચેન્જના મુદા સાથે ધાર્મિકતા પણ છવાયેલ રહેશે. કન્ઝર્વેટીવ પાર્ટી હિન્દુ માતો ઉપર અને લેબર પાર્ટી મુસ્લીમ મતો ઉપર મદાર રાખી રહયાનું ચિત્ર ઉપસ્યું છે.

કન્ઝર્વેટીવ પાર્ટીના બ્રિટીશ વડાપ્રધાન બોરીસ જોન્સને તેમના પ્રચાર વિડીઓમાં  ભારતીય મતદારોને આકર્ષવા નરેન્દ્રભાઇની તસ્વીરોનો ભરપુર ઉપયોગ કરેલ હતા.

બ્રિટન જો કે  નક્કી સમય અનુસાર મે ૨૦૨૨માં ચૂંટણી યોજાવાની હતી પણ બ્રેકિઝટ ડીલ પસાર ન કરાવી શકતા સત્ત્।ાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ આ દાવ રમ્યો હતો.  વડાપ્રધાન બોરીસ જોનસનની પાર્ટી તેના માધ્યમથી હાઉસ ઓફ કોમન્સમાં મજબૂત થશે. ૧૯૨૩ પછી હવે એવો સમય આવ્યો છે જયારે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ રહી છે. વિશ્લેષકો અનુસાર બીજા વિશ્વયુદ્ઘ પછી આ સૌથી મહત્ત્વપૂર્ણ અને ઈતિહાસ રચનાર ચૂંટણી છે.

૨૦મી સદીમાં બ્રિટન, યુરોપથી અલગ થયું અને તેની વિરુદ્ઘ લડ્યું પણ આ યુદ્ઘ પછી સ્થાપિત થયેલી શાંતિએ બ્રિટનની અર્થવ્યવસ્થાને મજબૂતી આપી અને તેના નાગરિકો સમૃદ્ઘ થયા. આ વખતે ચૂંટણીથી નક્કી થશે કે બ્રિટનનો સંબંધ યુરોપ સાથે રહેશે કે તૂટશે. દેશનું આર્થિક અને સામાજિક ભવિષ્ય નક્કી થશે પણ પરિણામો રાજકીય ભવિષ્ય નક્કી નહીં કરી શકે.

 કન્ઝર્વેટિવ પાર્ટીનો સ્પષ્ટ સંદેશ છે કે બ્રેકિઝટ પૂરું કરવું. જયારે લેબર પાર્ટી તેના પર વાતચીત કરવા અને ફરીવાર જનમતસંગ્રહ ઈચ્છે છે.

 ગત વખતે લેબર પાર્ટીની સરકારે ગુનેગારોને અડધી સજા પૂરી કર્યા પછી મુકત કરવા કાયદો બનાવ્યો હતો. જોનસને તેને રદ કરી સજા કઠોર કરવા આહવાન કર્યું છે.    આ ચૂંટણી વિશ્વભરની નજર આ ચૂંટણી ઉપર મંડાયેલ છે.

(11:28 am IST)