Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

નાગરિકતા બિલ

શિવસેનાએ વોકઆઉટ કરતા સોનિયા નારાજ

શિવસેનાના વલણથી કોંગ્રેસ નિરાશ : ઉદ્ધવને સ્પષ્ટ રીતે કહી દીધુ મહારાષ્ટ્રના ગઠબંધન ઉપર અસર પડશે

નવી દિલ્હી, તા. ૧ર : શિવસેનાએ ગઇકાલે નાગરિકતા સંશોધન ખરડા પર રાજયસભામાં વોટિંગમાં ભાગ ન લીધો અને વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં શિવસેનાના સાંસદોએ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ હાઇકમાન્ડ મહારાષ્ટ્રમાં પોતાના સાથીદાર શિવસેનાના આ વલણથી ખુશ નથી. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને બે ધડક કહી દીધું છે કે, નાગરિકતા બિલ જેવા મુદ્દે પક્ષનું વલણ ભવિષ્યમાં ગઠબંધનને નુકશાન પહોંચાડી શકે છે. લોકસભામાં રાહુલ કોંગ્રેસની ટોચની નેતાગીરીએ લોકસભામાં બિલના સમર્થનમાં વોટીંગને લઇને શિવસેના સમક્ષ નારાજગી દર્શાવી હતી. ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે શિવસેનાના આવુ વલણ કોમન મીનીમમ પ્રોગ્રામની વિરૂદ્ધ છે.

સૂત્રોના કહેવા મુજબ કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે સાથે બિલને ટેકો આપવા બાબતે નિરાશા દર્શાવી હતી. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે હવે આવું નહિ થાય તે પછી આશા હતી કે શિવસેના સ્ટેન્ડ બદલાવશે પણ રાજયસભામાં વોકઆઉટનો નિર્ણય પણ કોંગ્રેસને ગમ્યો નથી.

(11:06 am IST)