Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગ્રામિણ ક્ષેત્રોમાં આવક વૃદ્ધિ નેગેટીવ

ગ્રામિણ આવકમાં ઘટાડામાં આંકડા અર્થતંત્રની સુસ્તીને સ્પષ્ટ કરે છેઃ સપ્ટેમ્બરમાં ગ્રોથ માઇનસ ૩.૮ ટકાઃ ૨૫ વ્યવસાયમાં પુરૂષોની આવક સરેરાશ રૂ.૩૩૧

નવી દિલ્હી,તા.૧૨: સપ્ટેમ્બરમાં વાસ્તવિક ગ્રામીણ મજૂરી વૃદ્ઘિ માઇનસ ૩.૮ ટકા સુધીનો ઘટાડો થયો છે. આ ભારતમાં ખુબજ સંરચનાત્મક મંદીની પુષ્ટિ કરી છે. તેનો પુરાવો એફએમસીજી અને દ્વિચક્રી વાહનોની વેચાણમાં સુસ્તી આવી છે. લેબર બ્યુરો દ્વારા સંકલિત ક્ષેત્રના આકડાના જણાવ્યા મુજબ,૨૫ વ્યવસાયોમાં સપ્ટેમ્બર દરમ્યાન ગ્રામીણ ભારતમાં પુરુષ શ્રમિકો માટે દૈનિક વેતન દર ૩૩૧.૨૯ રૂપિયા હતી. તે ૨૦૧૮ના સપ્ટેમ્બરના આંકડાની સરખામણીએ ૩.૪૨ ટકા વધુ હતી.

 

 જાન્યુઆરી ૨૦૧૯ બાદ નામમાત્ર અને વાસ્તવિક વૃદ્ઘિ વચ્ચેનું વિચલન વિશેષ રૂપથી જોઈ શકાય છે. ડિસેમ્બર ૨૦૧૮ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૧૯માં ગ્રામીણ મજૂરીમાં નામમાત્ર વર્ષ દર વર્ષ વૃદ્ઘિ ફ્લેટ રહી છે. તેમાં ૩.૭૬ઙ્ગ થી ૩.૪૨ સુધીનો મામૂલી ઘટાડો નોંધાયો છે. જોકે આ સમયગાળા દરમ્યાન ગ્રામીણ મજૂરો માટે સીપીઆઇ મોંઘવારી ૧.૬૬ થી ૭.૨૦ ટકા જેટલી થઇ ગઈ છે.

સરળ શબ્દોમાં કહીએ તો ગ્રામીણ મજૂરોએ હાલના મહિનાઓમાં જે પણ થોડો વધારો થયો તે મોંદ્યવારી ખાઈ ગઈ. આ આંકડા જણાવે છે કે દ્વિચક્રી વાહનોના વેચાણને ગ્રામીણ માંગનું બેરોમીટર કેમ માનવામાં આવે છે. બજાર અનુસંધાન ફર્મ નિલ્સને ભારતમાં ગ્રામીણ એફએમસીજી ખપતનું અનુમાન લગાવી શકાય છે કે જુલાઈમાં વર્ષના ૫ ટકાનો વધારો થયો છે. જે છેલ્લા સાત વર્ષથી ઓછો છે.

(11:05 am IST)