Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

નાગરિક સંશોધન બિલ સામે વિરોધનો વંટોળ

પૂર્વોત્તરના રાજયોમાં હિંસા- આગજની- કર્ફયુ- લાઠીચાર્જ- અશ્રુવાયુ

આસામ-ત્રિપુરામાં ભડકોઃ સીએમ અને કેન્દ્રીય મંત્રીના નિવાસે હૂમલાઃ આસામ જતી ફલાઇટો રદઃ ગુવાહાટી સહિત ઠેર ઠેર કર્ફયુઃ સેના બોલાવાઇ

નવી દિલ્હી તા. ૧ર :.. સંસદના બંને ગૃહોમાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઇ ગયું છે. બિલ હવે કાયદો બનશે. સંસદમાં ભલે બિલ પાસ થયું હોય પણ હજુ શેરીઓમાં સંગ્રામ ચાલુ છે. પૂર્વોત્તરના અનેક રાજયોમાં બિલ વિરૂધ્ધ દેખાવો થઇ રહયા છે. આસામ અને ત્રિપુરામાં એકધારા દેખાવો થઇ રહયા છે. કયાંક હિંસક પ્રદર્શન પણ થયા છે. મોડી રાત્રે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના દીબ્રુગઢ સ્થિત નિવાસ તથા કેન્દ્રીય રાજય મંત્રી રામેશ્વર તેલીના દુલિયાજન સ્થિત નિવાસે દેખાવકારોએ પથ્થરમારો અને હૂમલો કર્યો હતો. ગુવાહાટીમાં હોટલ તાજમાં જાપાની પીએમ શિંજો આબેના સ્વાગતમાં બનાવાયેલ રેંપ પણ સળગાવી દેવાયો છે. આસામના ચાબુઆ તથા પાનીટોલા સ્ટેશનને આગ લગાડી છે. મણીપુર, મેઘાલય, નાગાલેંડમાં પણ જનજીવનને અસર થઇ છે.

ગુવાહાટીમાં સાંજ થી બેમુદતી કફર્યુ લગવ્યો છે. આસામના ૧૦ જીલ્લામાં - મોબઇલ ઇન્ટરનેટ સેવા આજે સાંજે ૭ સુધી બંધ કરાઇ છે. આસામમાં ૩૧ ટ્રેનો રદ કરાઇ છે. તિનસુખીયા, જોરહાટ અને દીબ્રુગઢમાં કફર્યુ લદાયો છે. પરીક્ષા સ્થગિત થઇ ગઇ છે.

કેન્દ્ર સરકારે સેનાની ૩ ટૂકડી મોકલી છે. ત્રિપુરામાં ર અને આસામમાં ૧ ટૂકડી મોકલાઇ છે. દિસપુરમાં એક બસ સળગાવાઇ છે. ગુવાહાટી અને દીબ્રુગઢમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે રબ્બરની ગોળી પણ ચલાવી છે.

ત્રિપુરામાં કંચનપુર અને માનુમાં સેનાની ર ટૂકડી તૈનાત કરાઇ છે. જયાં મહિલાઓની અટકાયત કરાઇ છે. રાજયમાં દેખાવકારો અને દળો વચ્ચે હિંસક અથડામણ થયાના પણ અહેવાલો છે.

આસામ જતી ફલાઇટ પણ કેન્સલ કરાઇ છે.

દિબ્રુગઢ ખાતે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નિવાસ સ્થાન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

હિંસક દેખાવકારોએ આસામના ચાઉબા તથા પાનીટોલા રેલ્વે સ્ટેશનને આગ ચાંપી હતી. આને પગલે દીસપુર તથા તિનસુકિયા રેલ્વે સ્ટેશનને હાઇએલર્ટ ઉપર મુકી દેવામાં આવ્યા છે.

કે પૂર્વોત્તરની સ્થિતિ ઉપર સેના મુખ્યાલયની ચાંપતી નજર છે.

આસામમાં આર્મીની એક કોલમ તહેનાત કરવામાં આવી છે. જયારે ત્રિપુરામાં આસામ રાઇફલ્સની બે કોલમ તહેનાત કરવામાં આવી છે.

આ સિવાય અર્ધ-લશ્કરી દળોન પાંચ હજાર જવાનને હવાઇ માર્ગે પૂર્વોત્તર રાજયો માટે રવાના કરવામાં આવ્યા છે.

સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ વિરૂધ્ધનાં પ્રદર્શનોએ હિંસક બની જવાના કારણે આસામ પોલીસના એડીજી (કાયાદો અને વ્યવસ્થા) મુકેશ અગ્રવાતલે ગૌહાટીમાં લાદવામાં આવેલ કર્ફયુ અનિશ્ચિતકાળ સુધી લંબાયો હોવાની જાહેરાત કરી છે.

આસામના ગૌહાટી શહેરમાં આ બિલના વિરોધમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓને તિતર બિતર કરવા માટે પોલીસે ટિયર ગેસ સેલનો ઉપયોગ કરવો પડયો હતો.

સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ વિરૂધ્ધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ આસામની રાજધાની દિસપુરમાં જનતા ભવન પાસે એક બસને આગ ચાંપી દીધી હતી.

નાગરિકતા બિલની મહત્વપૂર્ણ વાતો

*    આ બિલ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધર્મના આધાર પર પ્રતાડીત થનાર છ લઘુમતી સમુદાયો હિંદુ, જૈન, શીખ, બૌધ્ધ, પારસી અને કિશ્ચીયનોને ભારતની નાગરિકતા આપવા સાથે સંકળાયેલું છે.

*    જો બિન મુસ્લીમ સમુદાયના લોકો એકથી માંડીને ૬ વર્ષ ભારતમાં શરણાર્થી તરીકે રહ્યા હોય તો તેમને ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે. પહેલા ૧૧ વર્ષ રહ્યા પછી નાગરિકતા મળતી હતી. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરવા છતાં પણ તે નાગરિકતા મેળવવા માટે હકકદાર બનશે.

*    બિલમાં નાગરિકતા મળવાની બેઝ લાઇન ૩૧ ડીસેમ્બર ર૦૧૪ રાખવામાં આવી છે એટલે આ સમય પછી ઉપરોકત ત્રણ દેશોમાંથી આવનાર છ સમુદાયના લોકોને ૬ વર્ષ ભારતમાં રહ્યા પછી નાગરિકતા મળી જશે.

*    આ બિલમાં આ ત્રણ દેશોમાંથી આવેલ મુસ્લિમ શરણાર્થીઓને સામેલ નથી કરવામાં આવ્યા.

આસામમાં સતત હિંસા

-૧૦ જીલ્લામાં ૨૪ કલાક માટે ઇન્ટરનેટ બંધ

-૨ જીલ્લા (ગૌહતી-કામરપુ)માં અનિશ્ચિત મુદતનો કર્ફયુ, લશ્કર..

-અર્ધલશ્કરી દળના ૫ હજાર જવાનો મદદે મોકલાયા

-આસામના તીનસુખીયામાં લશ્કરની ફલેગ માર્ચ

-ગઇ મોડી સાંજે તિનસુપીયા જિલ્લા હેડકવાટર બહાર લશ્કર દેખાવકારો વચ્ચે અથડામણઃ લાઠીચાર્જ- રબર બુલેટનો ઉપયોગ

-તીનસુખીયા -બોરગુરીમાં ભાજપના નવા બની રહેલ કાર્યાલય  માટેની જમીન ઉપર ઉભા કરાયેલ કામ ચલાઉ રૂમને સળગાવી દીધો

-આસામના પાનીટોલા તથા દિબ્રુગઢના છાબુઆ રેલ્વે સ્ટેશનને દેખાવકારોએ સળગાવ્યા છે.ભારે તોડફોડ કરી

(1:15 pm IST)