Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૯)

ત્યાર પછી એક દિવસ તેમણે મને તેમાં સૂવા માટે કહ્યું પછી રોજ બે ત્રણ કલાક તે ખાડામાં સવા માટે કહેતા. પછી તેમણે એક દિવસ કહ્યું , ''તેને ચણોઠી કહે છે. તેનો ગુણ છે, આ શરીરની ગરમીને ખેંચી લે છે અને શરીરની વધારાની ગરમી નિકળી ગયા પછી ચિત્ત શાંત રહે છે.''ખરેખર થોડા દિવસ પછી મને તે ખાડામાં સવ સારું લાગવા માંડયું. આ અભ્યાસ પણ ઘણા દિવસ સુધી ચાલ્યો. તે ઝાડના પાંદડા અન્ય ઝાડના પાંદડાઓ સાથે ખાવાનું કહેતા હતા અને તે ખાડામાં સૂવાનું કહેતા હતા. આવો ક્રમ મહિનાઓ સુધી ચાલ્યો હતો.

તેની સાથે અમુક વનસ્પતિઓનો રસ કાઢીને રોજ સવારે ખાલી પેટે પીવા આપતા હતા. તે રસનો સ્વાદ એટલો સારો ન હતો. તેથી મને તે સારો નહોતો લાગતો. પરં તુ આટલી મહેનતથી તોડીને લાવતા અને પીસીને રસ કાઢતા, તે જોઈને મને નાપાડવાનું મન નહોતું થતું. તેમને જડીબુટ્ટીઓનું, વનસ્પત્તિઓનું ઘણું જ્ઞાન હતું. અમે લોકો ભોજનના રૂપમાં 'સ્કોશ' ના ફળ, કેળા, અમુક ઝાડના પાન અને થોડા ફળ ખાતા હતા. દિવસમાં એકવાર જ ખાતા હતા. ક્યારેક ક્યારેક ચારપાંચ દિવસ પછી પણ ખાતા હતા. ત્યાં ભોજન નિયમિતરૂપે લેવાની આવશ્યકતા અનુભવાતી ન હતી. દિન પત્તિદિન મારી ઉપર તેમનાં અલગ અલગ પયોગ થતા હતા. તેઓ પેટ સાફ રાખવા પર વધારે ભાર મુકતા. તેમનું કહેવુ હતું કે જો શૌચક્રિયા બરોબર થાય તો પેટ સાફ રહે છે અને પેટ સાફ રહે તો શરીરમાં વિજાતીય તત્ત્યવ જમા નથી થતા અને નિર્માણ નથી થતા. ક્યારેક ક્યારેક તેઓ તેના માટે નાભિ ઉપર અમુક પાનબાધવા માટે આપતા હતા. ત્યાં જે ગતિવિધિઓ ચાલતી તેનાથી કયાંય પણ એવું લાગતું ન હતું કે હું કોઈ આધ્યાત્મિક સાધના કરી રહ્યો હોઉ. મને એવું લાગતું હતું જાણે તેઓ કોઈ વૈદ છે અને હું કોઈ પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રમાં આવીને રહ્યો છું. કદાચ તે તેમની કાર્ય કરવાની પધ્ધતિ હશે. બધો  ભાર શરીરને એક મોટી આધ્યાત્મિક સાધના માટે તૈયાર કરવા ઉપર જ હતો.પરંતુ દરરોજ તેઓ આગળ વધતા હતા. તેઓ કોઈ નિશ્ચિત શારીરિક સ્થિતિ સુધી મને પહોંચાડવા માંગતા હતા કે કયાં સુધી જવાનું છે. તે તેમને ચોકકસ ખબર હતી.પરંતુ મને તે ખબર નહતી. પરતુ તેઓ પતિ દિવસની પ્રગતિથી પ્રસન્ન હતા. તેઓ પસન્ન રહે, બસ તે જ મારા જીવનનો એક માત્ર ઉદેશ હતો.

એવું પ્રતીત થતું હતું કે તેઓ પ્રાકૃતિકરૂપે મારા શરીરને કોઈ વિશિષ્ટ સાધના માટે તૈયાર કરી રહ્યા છે અને તેના માટે તેઓ પ્રકૃતિના સાનિધ્યનો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ હંમેશા ચિત્તને સકારાત્મકરૂપે તૈયાર કરવાનો પ્રયાસ કરતા હતા. પછી તેમણે શુકલપક્ષની પહેલી તિથિથા ચંદ્રના પ્રકાશમાં બેસીને ચંદ્ર પર ચિત્ત એકાગ્ર કરીને ધ્યાન કરતા શીખવ્યું . રોજ અભ્યાસની સમયાવધિ વધતી ગઈ અને પૂર્ણિમાની રાત્રે આખી રાત કરાવ્યું. ''ચિત્તને ચંદ્રમા પર એકાગ્ર કરો અને સ્વયં અને ચંદ્ર વચ્ચે એક સૂક્ષ્મ સબંધ જોડો અને એમ અનુભવ કરો કે તમે પોતાનું સંપૂર્ણ સમર્પણ ચંદ્રમાને દેવતા માનીને કરી દીધું છે અને ચંદ્રની શીતળ, પવિત્ર ઊર્જા, ચંદ્રના પર કાશના રૂપમાં પોતાની ઉપર વરસી રહી છે અને આપ તે ચંદ્રના પ્રકાશમાં શીતળતાનો અનુભવ કરી રહ્યા છો અને તે શીતળતા તમે સૂર્યનાડી ઉપર વિશેષરૂપે અનુભવ કરી રહ્યા છો અને ધીરે ધીરે લીવર ઠંડુ થઈ રહ્યું છે અને તે સાધનાથી આત્મશાંતિનો અનુભવ થઈ રહ્યો છે.

એક દિવસ સવારે ગુરુદેવ પોતે જમીન ઉપર બેઠા હતા અને મને પણ જમીન પર બેસાડયો અને તેમણે કહ્ય , ''તમે વિચારો, તમે તમારી માતાના ખોળામાં જબેઠા છો. તેવી જ નિશ્ચિંતતાથી પોતાનાપણાના ભાવથી ધરતી ઉપ ર બેસો અને પૂર્ણ સમર્ષિત થઈને આપ ધરતીને પ્રાર્થના કરો, કે હું આપની તરફ પર્ણ સમર્પિત છું. મારા ચિત્તને શુધ્ધ અને સશકત કરવાની કૃપા કરો. તમે અનુભવ કરશો, તમારી અંદરની ખરાબ ઊર્જાના સ્પંદન થવા ચાલુ થશે અને તમારું ચિત્ત સશકત અને શુધ્ધ થેઈ જશે. ધરતી માતામાં ગુ રુત્વાકર્ષણ શકિત હોય છે. જયારે આપણે પાર્થના દ્વારા તે ગુરુત્વાકર્ષેણ શકિતની સાથે સમરસતા સ્થાપિત કરીએ છીએ, તો આપણા ચિત્તની શધ્ધિ થઈ જાય છે.

''ભૂમિ માતા ચિત્ત શુધ્ધિ કરવામાં ખૂબ સહાયક થાય છે.જયારે ચિત્ત સશક્ત થઈ જાય છે, તો શરીર પણ સ્વસ્થ બની જાય છે.ધરતીની ગુરુત્વાકર્ષણ શકિત ચિત્તને અને શરીરને સંતુલનમાં લાવવાનું કાર્ય કરે છે. ફક્ત આપણે તે સંતુલન માટે તૈયાર થવુ જોઈએ. પકૃતિક શકિતઓનો ઉપયોગ સ્વેચ્છાથી કરી શકાય છે. જબરજસ્તીથી કોઈને પણ પકૃતિસાથે જોડી ન શકાય.'' થોડા દિવસ અભ્યાસ કર્યા પછી અનુભવ કર્યો કે થોડા સમય સુધી ધરતી પર બેસીને ધ્યાન સાધના કરવાથી ચિત્ત જલ્દી એકાગ્ર થતું હતું અને પછી બહુ શાત અને સારું લાગતું હતું. શરીરમાં પણ એક હળવાશ અનુભવાતી હતી.

એક દિવસ, સવારે ગુરુદેવે પોતાના હિમાલય પવાસની વાત કહેવાનુ શરૂ ક્યુ . તેમણ કહ્યુ, “હિમાલય પવત શૃંખલાની પાસે નાની નાની વસ્તીઓ છે. નાના નાના ગામ છે. ત્યાં પોતાના શરીરની બિમારીઓ દ્‌ર કરવા માટે તે ગામના લોકો પૃથ્વી તત્ત્યવનો ઉપયોગ કરે છે. જયારે આપણા શરીરમાં વિજાતીય તત્વ વધી જાય છે, ત્યારે શરીરને રોગો થાય છે. તેથી આવશ્યક છે, કે આપણ પેટ સાફ રહે, આપણું ચિત્ત સાફ રહે. જેથી ગંદા ખરાબ નકારાત્મક વિચાર આપણને ન આવે અને નકારાત્મક વિચારોથી રોગો પણ ન આવે. તેથી તે આદિવાસી લોકો પૃથ્વી તત્ત્યવનો સહારો લે છે. આપણું શરપર પંચતત્ત્યવોના સહયોગથી બનેલું છે. પૃથ્વી, આકાશ, જળ, આગ્નિ, વાયુ. તેમાં પૃથ્વી તત્્યવના કારણે આપણને પવિત્રતા મળે છે. પૃથ્વી તત્્યવ આપણા શરપર અને ચિત્તને શુધ્ધ કરે છે અને આપણને શારીરિક અને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે.''

''તેના માટે પહેલા પૃથ્વી તત્ત્યવને એક મહાન શકિત માનવી જોઈશે અને પોતાનું સંપૂર્ણ સમપંણ તે પૃથ્વી તત્ત્યવને કરને, તે પૃથ્વી તત્્યવવ સાથે સમરસતા સ્થાપિત કરવ જોઈશે અને આ સમરસતા સ્થાપિત કરવા માટે પાર્થના કરતા સારો કોઈ માર્ગ ન્થી. તેથી તે આદિવાસી લોકો પૃથ્વી પર બેસીને પથમ પૃથ્વીને નમસ્કાર કરે છે, નમે છે. પૃથ્વી આગળ પોતાર્ની જાતને નતમસ્તક કરે છે અને પછી પૂર્ણ આસ્થાથી, પૂર્ણ શ્રધ્ધાથી પાર્થના કરે છે કે આપને અમે અમારું સંપ્્ણ સમર્પણ કરપએ છીએ. આપર્નો ગુરુત્વાકર્ષણ શકિત દ્વારા અમારી આ બિમારી દૂર થાય અને પછી ચમત્કારીક રતે તે આદિવાસી લોકોની બિમારીઓ દૂર થાય છે.''

'ખરેખર તે લોકો પૃથ્વીના સાંનિધ્યમાં સંતુલિત થાય છે. પૃથ્વી સંતુલન અને સ્થિરતા પ્રદાન કરે છે. પરંતુ તેના માટે પૃથ્વી એક તત્ત્યવ છે. તે શાન હોવું જોઈએ. પૃથ્વીની સામે નમતા આવડવું જોઈએ. પૃથ્વીની સામે, આસ્થાપૂર્વક સમર્પણ કરતા આવડવું જોઈએ. ત્યારે જ આ સંભવ થઈ શકે છે.''

તેઓ એક વિશિષ્ટ ઝાડની નીચેની માટીનો શરીર પર લેપ કરીને પણ બિમારીઓ દૂર કરે છે. માટીનું સ્નાન કરને પણ બિમારીઓ દૂર કરી શકાય છે. ઘણ વસાહતોમાં બિમાર વ્યકિતને ગળા સુધી માટીમાં દાટી દે છે. તે વ્યકિતને એક લાબા, મોટા ખાડામાં ઉભો કરાય છે અને પછી તેની આસપાસ માટી ભરી દેવામાં આવે છે અને તેને આખો દિવસ કે ઘણા રોગોમાં આખી રાત પણ જર્મૌનમાં દાટીને રાખે છે અને તેને દિવસભર તો કેટ્લીક બિમારીઓ માટે આખી રાત જર્માનમાં દાટીને રાખે છે. આ બધં એક કુશળ, અનુભવી વડીલ વ્યકિતના સાંનિધ્યમાં અને દેખ રે ખમાં થાય છે. તે વડીલ વ્યક્તિ બિમાર વ્યકિતના ચહે રાથી, શ્વાસની ગતિથી, વ્યક્તિની નાડી પરીક્ષા ક રીને આ નિર્ણય કરે છે. ઘણ બિમારીનુ તો ફક્ત આંખોથી નિદાન કરી લે છે. તે આદિવાસી વસ્તીઓમાં કોઈ વૈદ કે ચિકિત્સક નથી હોતા. એકદમ પછાત વિસ્તાર છે. તેમની પાસે કોઈ દવાઓ નથી કે કોઈ ઉપકરણ નથી. તે બધા પ્રકૃતિ ઉપર અને પકૃતિના સ્પંદન ઉપર જ નિર્ભર હોય છે. ઘણીવાર, કપાળ અને માથા પર માટીનો લેપ કરીને તાવ ઉતારવામાં આવે છે. આ રૌતની પાકૃતિક ચિકિત્સામાં તે ચિકિત્સક ઉપર રોગીની શ્રધ્ધા હોવી જોઈએ. તે રોર્ગીની આસ્થાના કારણે જસારા અને સકારાત્મક પરિણામ પાપ્ત થઈ શકે છે.

તે આદિવાસી લોકો પાસે આ ચિકિત્સા સિવાય બીજી કોઈ ચિકિત્સાનો કોઈ વિકલ્પ જ નર્થી. તો તેમને આ ચિકિત્સા આસ્થાપૂર્વક જ કરવી પડે છે. આ રૌતે પૃથ્વી તત્ત્યવ દ્વારા પણ શરૌરની બિમારીઓ દૂર કર શકાય છે. (ક્રમશઃ... વધુ આવતા અંકે)

હિમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનો પૂ.ગુરૂદેવનો જીવન ઉદ્દેશ છે. આજ ઉદ્દેશની અંતર્ગત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે. એક જીવંત સદગુરૂ દ્વારા લખાઈ રહેલ આ એક જીવંત ગ્રંથ છે. જેના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે. ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પ્‌. ગુરૂદેવએ પોતાના પ્રથમ ગુરૂ શ્રી શિવબાબા પછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે.

પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુર્દેવ પાસે એક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્યા. પૂ. ગુરૂદેવે પ્રત્યેક ગુરૂ પ્રત્યે પુર્ણ સમર્પિત થઈને તેમની પાસેથી તેમનું સમસ્ત જ્ઞાન અર્જીત કર્યું . આ ખંડ સાધકોને પૂ. ગુર્દેવની શિષ્યકાળની નજીક લઈ જશે. જેના દ્વારા સાધક પૂ. ગુરૂદેવ દ્વારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શક્શે.

1)  Website: https://www.samarpanmediation.org

2)  Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)  Website: https://www.bspmpl.com  (for Literature (sahitya)) 

4)  Mobile App: “THE AURA” by bspmpl (For Android and iPhone)

(10:55 am IST)