Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

દુનિયાના સૌથી મોંઘા ઘર તરીકે ઓળખાતા મુંબઇમાં આવેલ અંબાણી પરિવારના અેન્ટેલિયામાં ઇશા અંબાણીના લગ્નઃ રૂ.૭૧૦ કરોડનો ખર્ચઃ ઉદ્યોગ જગતના સૌથી મોંઘા લગ્ન

મુંબઈઃ દુનિયાના સૌથી મોંઘા ઘરમાંથી એક 27 માળના એન્ટેલિયામાં બુધવારે લગ્નની શરણાઈઓ સંભળાશે. ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશભાઈ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન બીઝનેસમેન આનંદ પીરામલ સાથે થવા જઈ રહ્યા છે. પહેલા ઉદયપુરમાં બે દિવસ સુધી પ્રી વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ-વિદેશથી સેંકડો વીવીઆઈપી મેહમાન પહોંચ્યા હતા.

710 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ

રિલાયન્સના અંદરના સૂત્રોએ જમાવ્યું છે કે લગ્ન પર 1 કરોડ ડોલરથી વધુનો ખર્ચ થશે તેવું કહી રહ્યા છે. કેટલાક અન્ય રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દેશની સૌથી મોંઘા લગ્ન પર 10 કરોડ ડોલર (710 કરોડ રૂપિયા) સુધીનો ખર્ચ થશે. લગ્નને અત્યાર સુધીના ઉદ્યોગ જગતના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવી રહ્યા છે.

લગ્નમાં ઓછા મહેમાનોને આમંત્રણ

ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમ સામે લગ્નમાં ખૂબ ઓછા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે મહેમાનોના લિસ્ટમાં અંદાજીત 600 લોકો અને બંને પરિવારના નજીકના સગા સંબંધીઓ હાજર રહેશે.

પ્રણવ મુખર્જી પધારશે PM મોદીનું નક્કી નથી

સૂત્રો મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ ઝાવડેકર, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીર સહિત અન્ય નેતાઓ લગ્નમાં હાજર રહી શકે છે. પોલીસનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગ્નમાં હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

શુક્રવારે રિસેપ્શન

લગ્ન અંબાણીના એન્ટિલિયા હાઉસમાં થવાના છે. પોલીસનું કહેવું કે મહેમાનોના આગમનને કારણે સવારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ શકે છે. રિસેપ્શન શુક્રવારે બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ(BKS)ના મેદાનમાં થશે. પોલીસનું કહેવું છે કે લગ્નમાં વીવીઆઈપી ગેસ્ટ હોવાને કારણે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

(6:13 pm IST)