Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અમેરિકાના ફર્સ્ટ લેડી રહી ચૂકેલા હિલેરી ક્લિન્ટને ઇશા અંબાણીના પ્રિ-વેડિંગ સેરેમનીમાં ખાસ પરફોર્મન્‍સ આપ્યુ

ઈશા અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમનીની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. આજે ઈશા અંબાણીના મુંબઈમાં એન્ટિલિયા ખાતે લગ્ન છે. પરંતુ લગ્નથી ત્રણ દિવસ પહેલા ઉદેપુરમાં ધામધૂમથી ઈશાના પ્રિવેડિંગ ફંક્શન્સનું આયોજન કરાયુ હતુ જેના વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

હિલેરી ક્લિન્ટન હતા ખાસ મહેમાનઃ

લગ્ન પહેલા ઉદેવિલાસ હોટેલમાં ઈશાની પ્રિ વેડિંગ સેરેમની થઈ હતી. તેમાં બોલિવુડના બધા જ સ્ટાર્સ હાજર હતા. આ ઉપરાંત અમેરિકાની ફર્સ્ટ લેડી રહી ચૂકેલી હિલેરી ક્લિન્ટન પણ અંબાણીના ખાસ મહેમાનોમાંથી એક હતા. ઈશાના સંગીતમાં પોપ સિંગર બિયોન્સે ખાસ પરફોર્મન્સ આપ્યું હતુ.

સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોઃ

ઈશાની સંગીત સેરેમનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં નીતા અંબાણીના ક્લોઝ ફ્રેન્ડ હિલેરી ક્લિન્ટન બોલિવુડ સ્ટાર્સ સાથે ડાન્સ કરતા જોવા મળે છે.

નીતા અંબાણી સાથે કર્યો ડાન્સઃ

આ સાથે તૂને મારી એન્ટ્રીયાં સોન્ગ પર પણ હિલેરી ક્લિન્ટન અને નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો.

ઐશ્વર્યા-દીપીકાએ પણ સ્ટેજ પર કર્યો ડાન્સઃ

હિલેરી ક્લિન્ટન ઉપરાંત ઐશ્વર્યા પણ સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી હતી. એશ પોતાની દીકરી આરાધ્યા સાથે ડાન્સ કી રહી હતી ત્યારે મુકેશ અંબાણીએ તેમને જોયા અને ગળે મળ્યા હતા. પછી બંનેએ સાથે ડાન્સ કર્યો હતો. એશની દીકરી આરાધ્યા પણ સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી હતી.

(6:12 pm IST)