Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મારી લાઇફ અત્યારે તું અનંતયાત્રા પર ચાલી નીકળી, મને વિશ્વાસ છે તું જ્યાં પણ હશે ખુશ હશે અને ત્‍યાંથી અમને જોઇ શકશેઃ પત્ની મીનલનું લંડનમાં નિધન થતા લલિત મોદીનું ટ્વિટ

IPLના પૂર્વ કમિશનર અને મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું સોમવારે લંડનમાં નિધન થયુ છે. 64 વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ તેમના નિધનની જાણકારી તેના ટ્વિટર પરથી આપી હતી.

ટ્વિટર પર થયા ભાવુક

લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે. લલિત મોદીએ ભાવુક થઈને ટ્વિટર પર એક પોસ્ટ કરી કહ્યુ હતુ કે મારી લાઈફ આખરે તુ અનંત યાત્રા પર ચાલી નીકળી,મને વિશ્વાસ છે તું જ્યાં પણ હશે ખુશ હશે અને ત્યાંથી અમને જોઈ શકશે.

BCCI લલિત મોદી પર મૂક્યો પ્રતિબંધ

BCCI લલિત મોદીને આર્થિક અનિયમિતતાઓના આરોપમાં 2010માં બેન કરી દીધા છે. ત્યારથી IPLના પૂર્વ કમિશ્નર લંડનમાં રહે છે.

(6:10 pm IST)