Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સંસદ : વિપક્ષે RBI વિવાદ - નોટબંધી મુદ્દે સ્‍થગન પ્રસ્‍તાવ રજૂ કર્યો

શિવસેનાએ રામમંદિર મુદ્દે રાજ્‍યસભામાં આપી નોટીસ : લોકસભાની કાર્યવાહી કાલ સુધી અને રાજ્‍યસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્‍યા સુધી સ્‍થગિત

નવી દિલ્‍હી તા. ૧૨ : સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ ચુકી છે. પાંચ રાજ્‍યોના ચુંટણીના પરિણામો જાહેર થયા બાદ વિપક્ષના તેવર આક્રમક જોવા મળી રહ્યા છે. વિપક્ષી દળ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાના પ્રયત્‍નોમાં લાગ્‍યા છે.

ટીએમસીના નિયમ ૨૬૭ હેઠળ રાજ્‍યસભામાં નોટીસ આપી છે કે રાષ્‍ટ્રીય સંસ્‍થાનો પર ઉભા રહેલા ખતરાને જોઇને આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે. ટીએમસીએ રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાનો હવાલો આપીને કહ્યું છે કે, દેશની મહત્‍વ સંસ્‍થાઓ પર ખતરો મંડરાય રહ્યો છે.

જોકે આ વિષય પર તરત જ ચર્ચા થવી જોઇએ. હાલમાં મોદી સરકારનું આ અંતિમ પૂર્ણકાલિક સત્ર છે. એવામાં સંસદમાં હલ્લાબોલ થવાની શક્‍યતા છે.

બીજી બાજુ શિવસેના સાંસદ ચંદ્રકાંત ખૈરેએ રામ મંદિર મુદ્દે રાજ્‍યસભામાં નોટીસ આપી છે. રાજદ સાંસદ જે.પી.યાદવે આરબીઆઇ વિવાદ પર નોટીસ આપી દિધી છે.

(5:29 pm IST)