Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

૪ વર્ષની બાળકીનો ડિજિટલ રેપઃ આરોપીને ૨૦ વર્ષની જેલ

આરોપી શહેરની એક જાણીતી ખાનગી સ્‍કૂલમાં કંડકટરનું કામ કરતો હતો

ગુડગાંવ, તા.૧૨: ગુડગાંવમાં બે વર્ષ પહેલાં એક ચાર વર્ષની બાળકીનો ડિજીટલ રેપ' કરવાના આરોપીને ૨૦ વર્ષ જેલની સજા સંભળાઇ છે. આરોપી શહેરની એક જાણીતી ખાનગી સ્‍કૂલમાં કંડકટરનું કામ કરતો હતો. કોર્ટે કેજીમાં અભ્‍યાસ કરતી માસૂમ બાળકીના ડિજીટલ રેપના આરોપમાં તેને ૨૦ વર્ષની સજા આપી અને સાથો સાથ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

કિસ્‍સો ઓગસ્‍ટ, ૨૦૧૬નો છે જયારે બાળકી સ્‍કૂલ બસમાંથી ઘરે પાછી ફરી રહી હતી. કંડકટરે તેની સાથે યૌન શોષણ કર્યું. દ્યટનાની માહિતી બાદ પેરેન્‍ટ્‍સ ગુસ્‍સે થયા અને તેમને પ્રદર્શન કર્યું. સોશિયલ મીડિયા પર બાળકોની સુરક્ષાને લઇ કેમ્‍પેઇન ચલાવ્‍યું.

સોમવારના રોજ સાજનું એલાન કરતાં એડિશનલ સેશન્‍સ જજ રજની યાદવે પાઙ્ઘક્‍સો એકટની અંતર્ગત કંડકટરને દોષિત ગણાવ્‍યા અને ડિજિટલ રેપના કેસમાં આટલી મોટી સજા સંભળાવી. તેની સાથે જ આ કેસ એ કેટલાંક મામલામાં સામેલ થઇ ગયો જેમાં ડિજિટલ રેપના આરોપીને મોટી સજા મળી હોય. કંડકટર ઓગસ્‍ટ ૨૦૧૬થી જેલના સળિયા પાછળ છે અને ત્‍યાં સુધી જેલમાં રહેશે જયાં સુધી તેની સજા પૂરી ના થાય. કોર્ટના મતે જો તેઓ દંડની રકમ ચૂકવશે નહીં તો તેમને ૬ વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે.

કેસ અંગે માહિતી આપતા આસિસ્‍ટન્‍ટ સરકારી વકીલ વિનોદ કુમારે કહ્યું કે પેરેન્‍ટસની ફરિયાદ પ્રમાણે કંડકટર બાળકીની બગલમાં બેઠો હતોસ અને તેની સાથે ખોટી હરકત કરી રહ્યો હતો. જેવી બસ ઘરની પાસે પહોંચી તેને ડ્રોપ કરી દીધી. બીજા દિવસે બાળકીને જાઘમાં દર્દ થવાની ફરિયાદ કરી તો તેને ડોકટર પાસે લઇ જવા પર યૌન શોષણ અંગે ખબર પડી. બાળકીને પૂછયું તો તેને સ્‍કૂલ બસમાં બનેલી દ્યટના અંગે કહ્યું.

ત્‍યારબાદ પેરેન્‍ટ્‍સ પોલીસની પાસે પહોંચ્‍યા. પોલીસના મતે આરોપી કંડકટર મૂળ પમિ બંગાળનો છે અને વારદાતના થોડાંક દિવસ પહેલાં જ તેને કંડકટરનુ કામ કરવાનું શરૂ કર્યું હતું.

ડિજિટલ રેપનો સંબંધ ઇન્‍ટરનેટ સાથે બિલકુલ નથી. આંગળીનો ઉપયોગ કરી કોઇનું યૌન શોષણ કરવું ડિજિટલ રેપ કહેવાય છે.

(4:54 pm IST)