Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પેટ્રોલ અને ડીઝલની કિંમત યથાવત રાખવા નિર્ણય થયો

સતત છ દિવસ સુધી ઘટાડો કર્યા બાદ ભાવ યથાવત : છેલ્લા થોડાક દિવસમાં જ ડોલરની સામે રૂપિયામાં ત્રણ : ટકા સુધી ઘટાડો : એકસાઇઝ ડયુટી અનેક જગ્યાએ વધી

નવી દિલ્હી,તા. ૧૨: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા. છેલ્લા છ દિવસ સુધી સતત ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ કિંમતો આજે અકબંધ રહી હતી. જો કે છેલ્લા થોડાક દિવસમાં ડોલરની સામે રૂપિયાની કિંમતમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો છે. ઉત્તરપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં એક્સાઇઝ ડ્યુટી વધવાથી કિંમતો વધી છે. આવ્યુ હતુ. જો કે ચૂંટણી સમય પહેલા ભાવમાં ઘટાડાની શરૂઆત થઇ હતી. જેથી ભાવ ઓક્ટોબર બાદથી સતત ઘટવાની શરૂઆત થઇ હતી. હાલમાં જુદા જુદા  રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને ભારે હોબાળો થઇ ગયો હતો. કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી સામાન્ય લોકો અને વાહન ચાલકો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટતા તેની અસર અન્ય ચીજો પર જોવા મળી રહી છે.તેલ કિંમતોને લઇને લોકો છેલ્લા કેટાલક સમયથી નાખુશ હતા. ઓક્ટોબર મહિનામાં ઉંચી સપાટીએ પહોંચી ગયા બાદથી પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૧૪-૧૫ રૂપિયા સુધીનો ઘટાડો થઇ ગયો છે જ્યારે ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૧૧-૧૨ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતમાં વદુ ઘટાડો થતા હવે રાહત વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો બેન્ચમાર્ક ફુયઅલના વૈશ્વિક રેટ પર આધારિત હોય છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે. આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાના કારણે  હવે લોકોને મોંઘવારીમાં રાહત મળી છે. ભાવ છેલ્લા કેટલાક મહિનાની નીચી સપાટી પર પહોંચી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત સતત ઘટી રહી છે. અલબત્ત ઓપેક દેશોએ ક્રુડની ઘટતી જતી કિંમતોને ધ્યાનમાં ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે તેની અસર પણ દેખાઇ રહી છે. આગામી દિવસોમાં તેની અસર જોવા મળી શકે છે. બંગાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. નોઇડામાં પણ કિંમતોમાં ધારો થયો છે. .(૯.૧૧)

મંગળવારે પેટ્રોલ-ડીઝલના ભાવ

તેલ કિંમતોમાં કાપ...

નવીદિલ્હી,તા.૧૨:  પેટ્રોલ અને ડિઝલની કિંમત યથાવત રહી હતી.  બુધવારના દિવસે  કિંમતોનુ  ચિત્ર નીચે મુજબ છે.

પેટ્રોલના ભાવ

મેટ્રો                           ભાવ (લીટરમાં)

દિલ્હી                         ૭૦.૨૦

મુંબઈ                         ૭૫.૮૦

ચેન્નાઈ                        ૭૨.૮૨

કોલકત્તા                      ૭૩.૨૮

ડિઝલના ભાવ

દિલ્હી                         ૬૪.૬૬

મુંબઈ                         ૬૭.૬૬

ચેન્નાઈ                        ૬૮.૨૬

કોલકત્તા                      ૬૬.૪૦

(4:20 pm IST)