Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પરાજય બાદ ભાજપની દ્વિઘા : ૨૦૧૯માં વિકાસનો ઝંડો લઇને ફરવું કે હિન્‍દુત્‍વનો?

હાર પછી ભાજપ પોતે અસમંજસમાં કે હવે શું કરવું ? : ફરી મંદિર - મંદિર કરવું કે વિકાસને જ પકડી રાખવો : જ્‍યારે લોકોએ મત આપતા પહેલા જોયા દૈનિક જીવનને લગતા પ્રશ્નો

નવી દિલ્‍હી તા. ૧૨ : વર્ષોથી ભાજપના ગઢ રહેલા છત્તિસગઢ, રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશના પરિણામ બાદ ભાજપમાં અંદરોઅંદર જ બે મતભેદ પડી ગયા છે. કેટલાક માને છે કે ૨૦૧૯માં વધારેમાં વધારે મતોના ધ્રુવિકરણ માટે પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો આગળ વધારવો જોઈએ. જયારે કેટલાક આ મુદ્દાને ખૂબ જ મર્યાદિત રાખીને વિકાસના મુદ્દાને જ આગળ વધારવા માગે છે.

ભાજપ દ્વારા જબરજસ્‍ત કેમ્‍પેઇન ચલાવવા છતા આ ચૂંટણીમાં જોવા મળ્‍યું કે જયારે મત આપવાની વાત આવી ત્‍યારે લોકોએ તેમની દૈનિક જરૂરિયાતો, નાણાંકીય જરુરિયાતો અને સામાજીત જરૂરિયાતોને ધ્‍યાને રાખીને જ મતદાન કર્યું છે. એવું માનવામાં આવે છે કે મોટાભાગના મતદારોએ અનુભવી લીધું છે કે પાછલા થોડા સમયથી લોકસભા ચૂંટણીના થોડા મહિના બાકી ત્‍યારે અચાનક રામ મંદિરનો મુદ્દો ઉઠાવીને ભાજપ હિંદુત્‍વની લહેરથી ચૂંટણીમાં તરી જવા માગે છે. જોકે ૧૯૯૦માં જે મુદ્દાએ ભાજપને દેશનું સુકાન સોંપ્‍યું હતું તે રામ મંદિર કાર્ડમાં હવે એ જાદુ નથી રહ્યો અને ચૂંટણી જીતવા માટેનું શક્‍તિશાળી હથિયાર બની શકે તેવું નથી.

હવે, ભાજપે રામ મંદિરની આસપાસ પોતાની ચૂંટણી રણનીતિ ઘડવા અંગે ફેરવિચારણા કરવાની જરૂર છે. જે આમ તો ભાજપની માતૃસંસ્‍થા ય્‍લ્‍લ્‍ અને તેની સાથે જોડાયેલા હિંદુત્‍વવાદી સંગઠનોએ શરૂ કરી દીધું છે. આ સંગઠનો સરકાર સામે બાંયો ચઢાવીને અયોધ્‍યામાં રામ મંદિર માટે સરકારની સામે મેદાને પડ્‍યા છે.

તો પક્ષાના કેટલાક લોકો માની રહ્યા છે કે આ મુદ્દા સાથે ભાજપે વધુ આધાર રાખી ચાલવું જોઈએ નહીં. પરંતુ કેટલાક એવા પણ છે જેમને ગઢ મનાતા ત્રણ રાજયમાં ભાજપની હાર બાદ પક્ષ નબળો પડી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. તેમના મતે ૨૦૧૯માં જીતવા માટે ભલે રામ મંદિર માટે અધ્‍યાદેશ લાવવો પડે તો તે લાવીને પણ પક્ષના વિશ્વાસુ હિંદુ મતોને એકત્રિત કરવા તે એક જ ઉપાય બચ્‍યો છે.

ત્‍યારે જો જાન્‍યુઆરીમાં સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી શરુ કરશે તો ભાજપને પોતાનું મંદિરકાર્ડ રમવા માટે સારો એવો સમય અને તક મળી રહીશે. વિરોધપક્ષમાંથી પણ ઘણા લોકો માની રહ્યા છે કે તુષ્ટીકરણની આ નીતિના ભારે વિરોધને કારણે જ હિંદુ કોન્‍સ્‍ટિટ્‍યુએન્‍સી'નો ઉદય થયો છે, આ એજ કારણ છે જેના કારણે રાહુલે તેના પવિત્ર જનોઈ ધારી કાર્ડને રાજકરણના ફલક પર રમ્‍યું હતું.જયારે ભાજપનું બીજુ એક જૂથ એવું પણ છે કે જે માને છે કે રામ મંદિરનો મુદ્દો હોવો જોઈએ પણ તે એટલો પ્રબળ ન હોય કે પાર્ટીને ભવ્‍ય જીત અપાવનાર વિકાસનો મુદ્દો તેની પાછળ દબાઈ જાય. કોંગ્રેસ દ્વારા ફાઇનલ મેચ પહેલા જ ભાજપ પર કરવામાં આવેલ આ ઘાના કારણે પક્ષમાં વૈચારિક મતભેદની શરૂઆત થઈ ગઈ છે.

(4:17 pm IST)