Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજસ્‍થાન, એમપી અને છતીસગઢમાં ભાજપના કુલ ૩૬ મંત્રી હાર્યા

નવીદિલ્‍હી,તા.૧૨: મધ્‍ય પ્રદેશના પરિણામોની ઉત્‍સુક્‍તાની વચ્‍ચે તમામ પાંચ રાજ્‍યોમાં વિધાનસભા ચૂંટણીમાં તસવીર સ્‍પષ્ટ થઈ ચૂકી છે. છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત મળ્‍યું છે, તો બે રાજ્‍યોમાં એક અને બે સીટથી બહુમતથી દૂર છે. જોકે આ ચૂંટણીમાં ભાજપ માટે એક ખરાબ સમાચાર પણ છે કે તેના ત્રણેય રાજ્‍યોમાં તેના ૩૬ મંત્રીઓની હાર થઈ છે. સૌથી વુધ મંત્રી રાજસ્‍થાન અને મધ્‍ય પ્રદેશમાં હાર્યા છે.

મધ્‍ય પ્રદેશમાં જ્‍યાં ભાજપે ૧૦૯ સન્‍માનજનક સીટ મેળવી છે, બીજી તરફ ૧૩ દિગ્‍ગજોએ પોતાની સીટ ગુમાવવી પડી છે. આ તમામ ૧૩ દિગ્‍ગજ શિવરાજ સરકારમાં મંત્રી હતા. નરોત્તમ મિશ્રા, જયભાનસિંહ પવૈયા, રામપાલસિંહ, દીપક જોશી અને શરદ જૈન વગેરે મંત્રીઓને હારનો સામનો કરવો પડ્‍યો છે.રાજસ્‍થાનમાં સત્તા ગુમાવ્‍યા બાદ ભાજપને બીજો ઝટકો તેના ૧૫ મંત્રીઓએ આપ્‍યો છે. આ તમામ ૧૫ મંત્રી પોતપોતાની સીટથી ચૂંટણી હારી ગયા છે. તેમાં રાજસ્‍થાનના પરિવહન મંત્રી રહેલા યુનૂસ ખાનને ટોંકથી સચિન પાયલટની સામે હારનો સ્‍વીકાર કરવો પડ્‍યો છે. ગૌ પાલન મંત્રી ઓટારામ પણ ચૂંટણી હારી ગયા.

આ ઉપરાંત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ અશોક પરનામી, સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રી અરુણ ચતુર્વેદી, કળષિ મંત્રી પ્રભુલાલ સૈની, ઉદ્યોગ મંત્રી રામપાલસિંહ શેખાવત, ખાણ મંત્રી સુરેન્‍દ્ર પાલ, સિંચાઈ મંત્રી ડો. રામપ્રતાપ, વન મંત્રી ગજેન્‍દ્રસિંહ ખીંવસર, ચિકિત્‍સા રાજ્‍યમંત્રી બંશીધર, સ્‍વાયત્ત શાસન મંત્રી શ્રીચંદ કળપલાની, ખાદ્ય મંત્રી બાબૂલાલ વર્મા, રાજસ્‍વ મંત્રી અમરારામ, જનજાતિ ક્ષેત્રીય વિકાસ રાજ્‍યમંત્રી કમસા મેધવાલ અને પર્યટન મંત્રી કળષ્‍ણેન્‍દ્ર કૌર દીપા વગેરે ચૂંટણી હારી ગયા છે.જો છત્તીસગઢની વાત કરીએ તો બળજમોહન અગ્રવાલ, કેદાર કશ્‍યપ, મહેશ ગગડા, દયાલદાસ બધેલ, અમન અગ્રવાલ જેવા દિગ્‍ગ્‍જ ચૂંટણી હારી ગયા છે.

(4:15 pm IST)