Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પબ્‍લિક સબ જાનતી હૈ,જુમલા પહચાનતી હૈ

લાલુએ કવિતા ટ્‍્‌વીટ કરી

નવીદિલ્‍હી,તા.૧૨: પાંચ રાજ્‍યોમાં વિધાનસભા ચૂંટણીની તસવીર હવે સ્‍પષ્ટ થઈ ગઈ છે. પરિણામ પર નજર નાખીએ તો પાંચમાંથી ત્રણ રાજ્‍યોમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળી રહી છે.

જો કે કોંગ્રેસે મિઝોરમ અને તેલંગાણામાં હારનો સામનો કરવો પડ્‍યો છે, લાંબા સમયથી હારનો માર સહી રહેલ કોંગ્રેસ અને તેના સહયોગી દળ માટે આ જીત મહત્‍વ ધરાવે છે એટલા હવે વિરોધી દળ પણ ભાજપની હારનો જશ્ન મનાવી રહ્યા છે.

ભાજપની આ મોટી હાર પર ભાજપના સૌથી મોટા રાજનૈતિક દુશ્‍મન લાલૂ પ્રસાદ યાદવે એક ટ્‍વીટ કર્યું છે જેમાં તેમણે એકદમ અલગ અંદાજમાં ભાજપની આ હાર પર ચૂટકી લીધી છે. તેમણે ટ્‍વીટ કર્યું કે 'યે પબ્‍લિક હૈ, યે સબ જાનતી હૈ, બખૂબી અબ જુમલા પહચાનતી હૈ'

મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્‍થાન, 'રામ જાને જનતા જાને' આગળ શું થશે? ન્‍યાયપ્રિય જનતાને બહુ શુભકામના. અગાઉ પણ તેમણે ટ્‍વીટ કર્યું હતું કે વિકાસ કરવા આવ્‍યા હતા, વિનાશ કરવા જશે.

(5:37 pm IST)