Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ફરી એકવાર મિઝોરમ વિધાનસભામાં તમામ ૪૦ બેઠકો પર પુરૂષો ચૂંટાયા

નવીદિલ્‍હી,તા.૧૨: પાછલા ૧૦ વર્ષથી મિઝોરમની કમાન સંભાળી રહેલ કોંગ્રેસને મિઝો નેશનલ ફ્રન્‍ટે વિધાનસભા ૨૦૧૮ની ચૂંટણીમાં માત આપી દીધી છે. ૧૦ વર્ષ બાદ એમએનએફ એકવાર ફરી સત્તામાં પરત ફરવા માટે તૈયાર છે, સરકાર ભલે બદલી જાય પણ મિઝોરમમાં એક વસ્‍તુ એવી છે જે પહેલા જેવી જ રહેશે. આ વખતે પણ મિઝોરમ વિધાનસભામાં એકપણ મહિલા નથી. આ વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૬ મહિલાઓ મેદાનમાં ઉતરી હતી જેમાંથી એકપણ જીતી ન શકી. પ્રદેશમાં સૌથી વધુ સીટ લાવનાર એમએનએફે કોઈપણ મહિલાને ટિકિટ નહોતી આપી.

મિઝોરમમાં ફરી એકવાર કોઈપણ મહિલા ધારાસભ્‍ય ન બની શકી. ૨૦૧૩ વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈ મહિલા ધારાસભ્‍ય નહોતી બની શકી. જો કે ૨૦૧૪ બાઈપોલમાં કોંગ્રેસે  હરાન્‍ટુઝો સીટ પરથી વન્‍સલાલામપુને ટિકિટ આપી હતી અને તેમણે જીત પણ નોંધાવી હતી. કોંગ્રેસ સરકારે એમને મંત્રી બનાવ્‍યાં હતાં. પ્રદેશમાં ૨૭ વર્ષ બાદ ધારાસભ્‍ય અને મંત્રી બનનાર પહેલી મહિલા હતી. જે પહેલા ૧૯૮૭માં  લાલ્‍હીપુરી મંત્રી બની હતી. મિઝોરમ વિધાનસભાની વાત કરીએ તો આમાં અત્‍યાર સુધી માત્ર ચાર મહિલા ધારાસભ્‍ય રહી છે.

પહેલી મહિલા ધારાસભ્‍ય ૧૯૭૮માં થાલ્‍માવાઈ હતી, જે બાદ ૧૯૮૪માં  થાવસીમાઈ બીજી મહિલા ધારાસભ્‍ય બની. ૧૯૮૭માં લાલ્‍હીલીપુરી  ત્રીજી અને ૨૦૧૪માં લાલ્‍હમપુ હમાર ચોથી મહિલા ધારાસભ્‍ય બની હતી. પાછલા મહિને ૨૮ નવેમ્‍બરે થયેલ વિધાનસભા ચૂંટણીમાં કુલ ૧૬ મહિલાઓને ટિકિટ આપી હતી, પરંતુ એકપણ જીતી નહોતી શકી. સૌથી વધુ ૬ મહિલાઓને ભાજપ અને ઝોરમ પાર્ટીએ ટિકિટ આપી હતી. કોંગ્રેસ અને ઝોરમ પીપલ્‍સ મૂવમેન્‍ટે ૨-૨ મહિલાઓને ટિકિટ આપી હતી.

જ્‍યારે જીતનાર એમએનએફ પાર્ટીએ એક પણ મહિલા પણ ચૂંટણી મેદાનમાં નહોતી ઉતારી. મહિલાઓને ટિકિટ આપવા પર એમએનએફ પાર્ટી અધ્‍યક્ષ જોરામથાંગાએ કહ્યું હતું કે કોઈ મહિલાને ટિકિટ ન આપવાથી પાર્ટી જીતવા માટે પર્યાપ્ત મજબૂત છે

(5:37 pm IST)