Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કોંગ્રેસ કાર્યાલય ધમધમતુ હતુ તે વખતે ભાજપ કાર્યાલય બંધ હતુ

ભાજપના ટોચના નેતાની તપાસમાં પોલ ખૂલી

રાજકોટ, તા. ૧ : પાંચ રાજયોના ચૂંટણી ભાજપના પ્રદેશ કક્ષાના સંગઠનના હોદ્દેદારો બન્ને પક્ષના કાર્યાલયના ધમધમાટ બાબતે ટકોર કરી હતી.  જાણવા મળ્યા મુજબ બે-ત્રણ દિવસ પહેલા કેન્દ્ર સરકારમાં પ્રભાવ ધરાવતા પ્રદેશ કક્ષાના હોેદેદાર જસદણમાં કાર્યકરોને સંબોધી રહયા હતા તે વખતે તેમણે જણાવેલ કે મેં થોડા દિવસ પહેલા જસદણમાં તપાસ કરાવી તો જાણવા મળેલ કે કોંગ્રેસના કાર્યાલયે રાત્રે ર૦૦ થી રપ૦ કાર્યકરો હતા તે જ સમયે ભાજપનું કાર્યાલય બંધ થઇ ગયાના સમાચાર મળ્યા હતા. મહત્વની ચુંટણી હોવા છતા આવુ કેમ? કાર્યાલય તો ધમધમતું જ રહેવું જોઇએ.

(3:57 pm IST)