Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

૩ રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયુ : ૨૦૧૯માં મોદી માટે આ રહ્યા પડકારો

રાજસ્થાન એમપી અને છત્તીસગઢમાં આવી જ રીતે મતદાન થયુ તો ૨૦૧૯ બીજેપીને ભારે પડશે

ભોપાલ તા. ૧૨ : મધ્યપ્રદેશમાં આખો દિવસ મતગણતરીમાં ઉઠાપટક જેવી રસાકસી બાદ મોડી સાંજે કોંગ્રેસ ૧૧૪ સીટ પર વિજય-સરસાઈના આંકે પહોંચી હતી. આ સમયે સત્તાધારી ભાજપ ૧૦૯ સીટ પર વિજય-સરસાઈ સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસે રાજયપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સમય માંગ્યો છે.

રાજયમાં મતોની ગણતરી મંગળવારે મોડી રાત્રે સુધી ચાલી હતી. સરકાર રચવામાં સમર્થ હોવાનો દાવો કરતા કોંગ્રેસે ગવર્નરને પત્ર લખીને સમય માંગ્યો છે. મોડી રાત્રે રાજભવન ખાતેથી આ પત્ર મળ્યાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે.

કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ શોભા ઓઝાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજયપાલને પત્ર લખીને સરકાર રચવાનો પોતાનો દાવો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. રાજયપાલ તરફથી મોડી રાત અથવા સવારનો સમય મળે છે, તો તે સમય પર કોંગ્રેસના પ્રતિનિધિમંડળ રાજયપાલને મળશે અને તે જ સમયે તેમનો દાવો રજૂ કરશે.

તે જ સમયે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, પક્ષના વિજેતા ઉમેદવારોએ બુધવારે ભોપાલમાં એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં, કોંગ્રેસ ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસની આગામી વ્યૂહરચના નક્કી કરશે.

(3:57 pm IST)