Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજસ્થાન : વસુંધરાના ૩૦ મંત્રીઓમાંથી ૨૦ હાર્યા : હિંદુત્વ કાર્ડ ચાલ્યું નહી

ફકત ૭ મંત્રી જ ચૂંટણી જીતી શકયા : મુસ્લિમ સીટો પર પણ નિષ્ફળતા

જયપુર તા. ૧૨ : રાજસ્થાનમાં બીજેપી સરકાર વિરુદ્ઘ લોકોમાં આક્રોશ કેટલો હતો,તે કદાચ મુખ્યમંત્રી વસુંધરા રાજેને ખબર જ નહોતી.પ્રજાના ગુસ્સાની આંધીમાં સરકારના ૩૦માંથી ૨૦ મંત્રી હારી ગયા.તેમાંથી બે ને તેમના પુત્રએ ટિકિટ અપાવી હતી અને પુત્ર પણ જીતી શકયા નહી.પરંતુ સરકારના ૩૦માંથી મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત અંદાજે ૭ મંત્રી જીત્યા.

જે મંત્રી જીત્યા છે તેમાં ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા માંડ માંડ ૮૦૦ મતોથી જીત્યા છે. સ્વાસ્થ્ય મંત્રી કાલીચરણ સરાફ, ઉચ્ચ શિક્ષા મંત્રી વાસુદેવ દેવનાની,મહિલા વિકાસ મંત્રી અનિતા ભદેલ અને ઉર્જા રાજય મંત્રી પુષ્પેન્દ્ર સિંહ છે. તેમાંથી પુષ્પેન્દ્ર સિંહ છે. તેમાંથી પુષ્પેન્દ્ર સિંહ અને કિરણ મહેશ્વરીને છોડી દેવામાં આવે તો બાકીના ૪ મંત્રી પણ જીત્યા છે.તેનાથી અંદાજો લગાવી શકાય કે સરકાર વિરુદ્ઘ લોકોમાં કેટલો આક્રોશ હતો.

બીજેપીએ ચાર મંત્રીઓને ટિકિટ કાપી હતી. અને તેઓ બાગી બનીને મેદાનમાં ઉતર્યા હતા. તે ચારેય મંત્રી ચૂંટણી હારી ગયા. બીજેપી એ બે ધર્મ ગુરૂઓને ટિકિટ આપી હતી. સીરવિયોના ધર્મગુરૂ અને રાજયના પ્રથમ ગાય પાલન મંત્રી ઓટારામ સિરોહી થી ચૂંટણી હાર્યા તો તારાતરા મઢના મહંત પ્રતાપ પુરી પણ પોખરણમાં ચૂંટણી હારી ગયા. જે મુસ્લિમ સીટો પર યોગીનો પ્રચાર થયો હતો. ત્યાં પણ બીજેપીને કોઈ ખાસ સફળતા મળી નથી.

(3:56 pm IST)