Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સહજાનંદ ફીડીંગ સેન્ટર, મોમ્બાસામાં પધરામણી, હજ્જારો આફ્રિકન બાળકોને કીટ વિતરણ...

કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા શહેર પાસે આવેલા મ્વત્વાપા સીટી પાસે પ્રેમજી ફાર્મમાં આવેલ સહજાનંદ ફીડીંગ સેન્ટરમાં મૂળ ફોટડી કચ્છના હાલ મોમ્બાસામાં વસતા શ્રી હસમુખભાઈ ભુડિયાનું નિમંત્રણ સ્વીકારી સેવામૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતો-ભક્તોના વિશાળ સંઘ સાથે પધાર્યા હતા. શ્રી હસમુખભાઈ ભુડિયા તથા તેમના કાર્યકરોએ પરમ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સતત એક વર્ષથી દર રવિવારે હજ્જારો બાળકોને એક અઠવાડિયું ચાલે તેવો પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. શરૂઆતમાં ૭૦૦૦ બાળકોથી લઈને અત્યારે ૧૦,૫૦૦ જેટલા બાળકો આ લાભ મેળવે છે.આ માટે આ શ્રી હસમુખભાઈ ભુડિયા, સુરજ ભુડિયા તથા આ પરિવારના બહેનો રતનબેન, ધનબાઇ, ભાનુબેન, પુષ્પાબેન વગેરે પરિવાર દર મહીને બે કરોડ શિલિંગની સેવા કરે છે. મોમ્બાસા કેન્યા ખાતે આ પરિવાર ન માત્ર ફોટડી કચ્છ, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ છે. યુનો લેવલે આ ભુડિયા પરિવારની સેવાની નોંધ લેવાયેલી છે. શ્રી સહજાનંદ સ્પેશ્યલ સ્કૂલ જેમાં એક હજાર ઉપરાંત અંધ, અપંગ, રેડીયેશનને લીધે શારીરિક વિકાસ નહિ પામેલા, માબાપથી તરછોડાયેલા એક હજાર ઉપરાંત દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવે છે. અને એ દિવ્યાંગ બાળકોને સાચવવા માટે બસો કરતાં વધારે માણસોનો સ્ટાફ છે. દર મહીને લગભગ ૫ કરોડ શિલિંગથી પણ વધારેની આ પરિવાર સેવા કરે છે. ઉપરાંત સમગ્ર મોમ્બાસા શહેરને નેટ એન્ડ ક્લીન રાખવામાં ખુબ મોટો ફાળો સહયોગ છે.  સેંકડો ગામોમાં લાખો લીટર પાણી અને હજ્જારો મણ અનાજ પૂરું પડવાની સેવા કરે છે. દર વર્ષે શ્રી હસમુખભાઈ ભુડિયા વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજની પધરામણી અવશ્યમેવ કરાવે છે.

સહજાનંદ ફીડીંગ સેન્ટરમાં  આચાર્ય સ્વામીજી મહારાજ, સંતો, હરિભક્તો અને ૧૦,૫૦૦  દસ હજાર પાંચશો કરતા વધારે બાળકો ઉભા થઇ કેન્યા રાષ્ટ્રનું રાષ્ટ્રગીત ગાયું હતું. અને ત્યારબાદ દાર્શનિકસાર્વભૌમ આચાર્ય સ્વામીજી મહારાજ અને શ્રી હસમુખભાઈ ભુડિયાએ બાળકોને પૌષ્ટિક આહાર આપવાનો શુભારંભ કર્યો  હતો. મોમ્બાસાના ઉત્સાહી હરિભક્તોએ આ વિતરણની સેવા પરમ ઉત્સાહથી ઉપાડી લીધી હતી. સેવામૂર્તિ પરંતપ: આચાર્ય સ્વામીજી મહારાજે શ્રી હસમુખભાઈ ભુડિયાનું  શાલ, પુષ્પહાર પહેરાવી, પ્રસાદ આપી તેઓશ્રીની સેવાને બિરદાવી હતી.

(2:21 pm IST)