Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આનંદીબેનને મળતા કોંગ્રેસના કમલનાથ-સિંધિયા-દિગવિજયસિંહ- વિવેક તન્ખા : સરકાર રચવા દાવો

મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા કવાયત શરૂ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આખો દિવસ મતગણતરીમાં ઉઠાપટક જેવી રસાકસી બાદ મોડી સાંજે કોંગ્રેસ ૧૧૪ સીટ પર વિજય-સરસાઈના આંકે પહોંચી હતી. આ સમયે સત્ત્।ાધારી ભાજપ ૧૦૯ સીટ પર વિજય-સરસાઈ સુધી પહોંચ્યો હતો. કોંગ્રેસે રાજયપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સમય માંગ્યો હતો તે અનુસંધાને આનંદીબેને બપોરે ૧૨ વાગ્યાનો સમય આપતા કોંગ્રેસના કમલનાથ, જયોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહ અને વિવેક તન્ખાએ રાજયપાલને મળીને મ.પ્ર.માં સરકાર રચવા દાવો કરેલ.

રાજયમાં મતોની ગણતરી મંગળવારે મોડી રાત્રે સુધી ચાલી હતી. સરકાર રચવામાં સમર્થ હોવાનો દાવો કરતા કોંગ્રેસે ગવર્નરને પત્ર લખીને સમય માંગ્યો હતો. મોડી રાત્રે રાજભવન ખાતેથી આ પત્ર મળ્યાની પુષ્ટિ પણ થઈ ચૂકી છે.

કોંગ્રેસના મીડિયા વિભાગના અધ્યક્ષ શોભા ઓઝાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજયપાલને પત્ર લખીને સરકાર રચવાનો પોતાનો દાવો રજૂ કરવા માટે સમય માંગ્યો હતોે. રાજયપાલ તરફથી  બપોરના ૧૨ વાગ્યાનો સમય મળતા કોંગ્રેસના પ્રતિનિધિમંડળ રાજયપાલને મળ્યા હતા અને તે જ સમયે તેમનો દાવો રજૂ કરેલ.

 કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ   પક્ષના વિજેતા ઉમેદવારોએ આજે ભોપાલમાં એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં, કોંગ્રેસ ધારાસભ્યોની હાજરીમાં કોંગ્રેસની આગામી વ્યૂહરચના નક્કી કરશે. 

(4:01 pm IST)