Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મુલાકાત માટે રાજ્યપાલે સમય ફાળવ્યો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મુલાકાત માટે રાજ્યપાલ આનંદીબહેન પટેલે આમંત્રણ આપ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાના પ્રતિનિધિમંડળને મુલાકાત માટે બપોરે બાર વાગ્યાનો સમય આપ્યો છે.

  મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 114 બેઠકો પ્રાપ્ત થઈ છે. સરકાર બનાવવા માટે 116ના ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કમલનાથે રાજ્યપાલ આનંદીબહેન પટેલને પત્ર લખીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

 કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા માટે ભોપાલ ખાતેના રાજભવનમાં જવાનું છે.  મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114, ભાજપે 109, બીએસપીએ બે, સમાજવાદી પાર્ટીએ એક અને ચાર અપક્ષોની જીત થઈ છે.

(1:18 pm IST)