Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ભાજપના પરાજય માટે મોંઘવારી,રોજગાર, નોટબંધી, ઈકોનોમી,ખેડૂતો અને રામમંદિર કારણભૂત :શિવસેના

જીત માટે કોંગ્રેસ અને રાહુલના કર્યા વખાણ :કોંગ્રેસ મુક્ત કરવાનું સ્વપ્નું ભાજપ શાસિત રાજ્યોમાં ધૂળધાણી

મુંબઈ :એનડીએના સાથીપક્ષ શિવસેના પોતાના મુખપત્ર સામનાના  ભાજપ અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ જીત માટે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા છે. શિવસેનાએ ભાજપની હાર માટે મોંઘવારી, રોજગાર, નોટબંધી, અર્થવ્યવસ્થા, ખેડૂતો અને રામમંદિર જેવા મુદ્દાઓને કારણ ગણાવતા ભાજપ, વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર જબરદસ્ત કટાક્ષ પણ કર્યા છે

   મહારાષ્ટ્ર અને કેન્દ્રની સરકારોમાં ભાજપના સાથીપક્ષ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં પર લખાયેલા તંત્રીલેખમાં ભાજપ પર મોટા રાજકીય હુમલા કર્યા છે.

 સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ગઢમાં હરાવીને જનતાએ ભાજપમુક્તનો સંદેશો આપ્યો છે. મોદી અને અમિત શાહનું કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું ભાજપશાસિત રાજ્યમાં જ ધૂળધાણી થઈ ચુક્યું છે.

(1:17 pm IST)