Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજસ્થાનમાં અહંકારની હાર :ભાજપનું ઘમંડ ચૂરચૂર ; સીએમનો નિર્ણંય હાઇકમાન્ડ કરશે :સચિન પાયલોટ

યુવાવર્ગને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો વાયદો કોંગ્રેસની સરકાર પૂર્ણ કરશે

જયપુર :રાજસ્થાનમાં ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક પહેલા રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટે કહ્યુ છે કે મુખ્યપ્રધાન પદનો આખરી નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. આજે સાંજ સુધીમાં રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નિર્ધારીત થઈ જશે

 . સચિન પાયલટે રાજસ્થાનમાં કોંગ્રેસની જીતને જનતાની જીત ગણાવતા કહ્યુ છે કે હવે આગામી પડકાર 2019ની લોકસભાની ચૂંટણી છે. તેમણે કહ્યુ છે કે યુવાવર્ગને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો વાયદો કોંગ્રેસની સરકાર પૂર્ણ કરશે. ભાજપ પર નિશાન સાધતા સચિન પાયલટે કહ્યુ છે કે રાજસ્થાનમાં અહંકારની હાર થઈ છે. ભાજપનું ઘમંડ ચૂરચૂર થયું છે.

(12:33 pm IST)