Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઇન્કમટેક્ષ એડવાન્સ ટેકસનો ૩જો હપ્તો ભરવાની છેલ્લી તારીખ ૧૫મી

ભાવનગર તા.૧૨: ઇન્કમટેક્ષ ભરનાર કરદાતાઓને પોતાનો ટેકસ રૂ.૧૦,૦૦૦ થી વધતો હોય તો તેમને ટી.ડી.એસ.ની રકમ બાદ કરીને એંડવાસ ટેકસ ભરવો પડે છે. જો એડવાસ ટેકસ ન ભરે તો ઇન્કમટેક્ષ કાયદાની કલમ ૨૩૪ બી ત્થા ૨૩૪ સી મુજબ આશરે એક ટકા મુજબ વ્યાજ દર મહીનું ભરવુ પડે છે. આથી જો ટેકસની રકમ રૂ.૧૦,૦૦૦ થી વધે તો જેટલી ટેકસની રકમ વધે તેના ૧૫ ટકા (૧૫ તારીખ)માં ૪૫ ટકા (૧૫ તારીખ) સપ્ટેમાં.૭૫ ટકા ડીસે (૧૫ તારીખ) સુધીમાં ભરવાના રહે છે. અને બાકીના ૧૫ માર્ચ સુધીમાં તેમ એડવાન્સ ટેકસની પુરી રકમ ભરવાની હોય છે પણ કરદાતા સીનીયર સીટીઝન ત્થા ધંધો કે પ્રોફેશનલ આવક ન ધરાવતી હોય તેવી વ્યકતીઓને એંડવાસ ટેકસ ભરવામાંથી મુકતી મળે છે.

ઇન્કમટેક્ષ કાયદાની કલમ ૪૪ એડી ત્થા કલમ ૪૪ એસીએ જેને લાગુ પડે તેવી વ્યકતીઓને ૧૫ માર્ચ સુધીમાં ૧૦૦ ટકા ટેકસની રકમ ભરવાની રહે છે. બાકીનાએ ટેક્ષની રકમ ફાઇનલ વર્ષ ૧૮-૧૯ માટે ૩૧ જુલાઇ કે ૩૦ સપ્ટે સુધીમાં રીર્ટનની સાથે ભરવાની રહે છે. તેમ ઇન્કમટેક્ષ બાર એશોશીએશનના દિવ્યકાંત સલોત જણાવે છે.

(11:43 am IST)