Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

કોંગ્રેસની જીત પાછળ ૪ ગુજરાતીઓનો સિંહફાળો : સંભાળી મહત્‍વની જવાબદારી

ફરી સાબિત થયું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જરૂર પડયે પાર્ટી પ્રત્‍યે મહત્‍વનો રોલ નિભાવી શકે છે

નવી દિલ્‍હી તા. ૧૨ : લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ મહત્‍વના રાજયની ચૂંટણીનું પરિણામ આવ્‍યું છે. જે કોંગ્રેસ માટે આશાના કિરણ સમાન છે, તો ભાજપ માટે ઉદાહરણ માનવામાં આવી રહ્યા છે. પાંચમાંથી રાજસ્‍થાન, છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તારૂઢ થવા જઇ રહી છે. ભાજપના કોંગ્રેસમુક્‍ત ભારતનું સપનું તૂટી ગયું છે. દેશભરના કોંગ્રેસ નેતાઓથી લઇને કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યાં છે, પરંતુ એક વાત એવી પણ છે જે તમારે કદાચ જાણવી જોઇએ. આ વાત છે કોંગ્રેસની જીતમાં ગુજરાતી આગેવાનોએ મહત્‍વનો રોલ નિભાવ્‍યો છે. આવો જાણીએ કોણ કોણ છે આ આગેવાન.

વાત કરીએ રાષ્ટ્રીય રાજકારણની તો ગુજરાતમાં ગત વિધાનસભામાં ભલે કોંગ્રેસ સત્તા પર ન આવી શકી પરંતુ બેઠી જરૂર થઇ હતી. તો પાડોશી રાજય રાજસ્‍થાન અને છત્તીસગઢમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસને દેશમાં ફરી બેઠી કરવા પાછળ કેટલાક ગુજરાતીઓએ મહત્‍વની ભૂમિકા નિભાવી હતી. જેમાં સૌપ્રથમ વાત કરીએ મધ્‍યપ્રદેશની તો, મધ્‍યપ્રદેશના પ્રભારી તરીકે ગુજરાતી દિપક બાબરિયાએ જવાબદારી સંભાળી હતી. તો મધ્‍યપ્રદેશમાં સ્‍ક્રિનિંગ કમિટીના ચેરમેન તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્‍તિ કરાઇ હતી. આ સિવાય રાજસ્‍થાન માઇનોરિટી સેલના ચેરમેન તરીકે ગુજરાતના બદરુદ્દીન શેખને જવાબદારી સોંપવામાં આવી હતી.

તો ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલને તમામ પાંચેય રાજયની ચૂંટણીના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી. ભલે ગુજરાતમાં કોંગ્રેસને જીત માટે હાથવેંત છેટું રહ્યું હોય પરંતુ ફરી સાબિત થયું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જરૂર પડ્‍યે પાર્ટી પ્રત્‍યે મહત્‍વનો રોલ નિભાવી શકે છે. હવે આગામી લોકસભાની ચૂંટણીને ધ્‍યાને રાખી ગુજરાતના નેતાઓ હાઇકમાન્‍ડમાં યોગદાન આપી શકે છે. તો ભાજપની જેમ કેન્‍દ્રમાં મોટું પદ મેળવી શકે તો નવાઇ નહીં.

(11:23 am IST)
  • અપહરણના ગુન્હામાં સાત વર્ષથી વોન્ટેડ આરોપી સુરેશ હઠીલા ઝડપાયો :રાજકોટ પેરોલ ફ્લોએ ન્યારા ખાંભાળાના પાટિયા પાસેથી ઝડપ્યો :મૂળ દાહોદ જિલ્લાનો અને હાલ તરઘડી રહેતો આરોપીને બાતમીના આધારે દબોચી લેવાયો access_time 1:04 am IST

  • રોડીઝ ફેઈમ રઘુરામે નીતાલી ડી લુશિયો સાથે કર્યા લગ્ન :સુગંધાથી તલ્લાક બાદ રઘુ છેલ્લા છ મહિનાથી નતાલી સાથે ડેટ કરતા હતા :આખરે બંને લગ્નગ્રંથીએ જોડાયા ; લગ્નમંડપમાં બંને ખુશમિજાજ જણાતા હતા access_time 12:37 am IST

  • ઢીંચક પૂજાના ગીતો બાદ ગાયક રાજકુમારે ફરીવાર સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી :રાજકુમાર ઠકુરિયાના પોસ્ટ કરાયેલ ગીતને ગણતરીની કલાકોમાં જ 28 હજારથી વધુ લાઈક અને 500 લોકોએ કરી કોમેન્ટ :જેના પર ફિલ્માવાયેલ છે તેની અદાકારી પણ લાજવાબ :કોમેન્ટમાં જબરી પ્રસંશા : અદભુત વિડિઓ access_time 12:38 am IST